ગાંધીધામ, તા. 12 : તાલુકાના કિડાણામાં રહેતો અને મિલકત સંબંધી ગુનામાં સામેલ શખ્સને જિલ્લામાં તડીપાર કરાયો હતો. ગાંધીધામ
બી-ડિવિઝન પોલીસ દફ્તરે આરોપી ઈમરાન ઉર્ફે ઈમલો ઈબ્રાહીમ કટિયા વિરુદ્ધ મિલકત
સંબંધી છ ગુના નોંધાયા હતા. પૂર્વ કચ્છ એલ.સી.બી.
દ્વારા આ શખ્સ વિરુદ્ધ હદપારીની દરખાસ્ત તૈયારી કરાઈ હતી. અંજારના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે
આ દરખાસ્તને ગ્રાહ્ય રાખીને શખ્સને કચ્છ અને
કચ્છને અડી આવેલા જિલ્લામાંથી હદપાર કરવા આદેશ આપ્યો હતો. એલ.સી.બી. પોલીસે આ આરોપીને હસ્તગત કરીને હદપારી હુકમની બજવણી કરાવી
હતી.