શારજાહ, તા.2: કપ્તાન મોહમ્મદ
અમાનની અણનમ સદી બાદ બોલર્સના સહિયારા પુરુષાર્થથી અન્ડર-19 એશિયા કપની આજની મેચમાં
બિન અનુભવી ટીમ જાપાન સામે ભારતીય યુવા ટીમનો 211 રને સરળ વિજય થયો હતો. ભારતના પ0
ઓવરમાં 6 વિકેટે 339 રનના જવાબમાં જાપાન ટીમના પ0 ઓવરમાં 8 વિકેટે 128 રન થયા હતા.
જો કે આજની મેચમાં ભારતીય ટીમ જાપાન જેવી `બેબી' ટીમને ઓલઆઉટ કરી શકી ન હતી. આ ઉપરાંત 13 વર્ષીય આઇપીએલ
સ્ટાર વૈભવ સૂર્યવંશી (23) છાપ છોડી શકયો ન
હતો. મોહમ્મદ અમાને 118 દડામાં 7 ચોગ્ગાથી 122 રનની અણનમ કેપ્ટન ઇનિંગ રમી હતી. ઓપનર
આયુષ મ્હાત્રેએ 29 દડામાં 6 ચોગ્ગા-4 છગ્ગાથી પ4, આંદ્રે સિદ્ધાર્થે 3પ, કેપી કાર્તિકેયે
પ7 અને હાર્દિક રાજે અણનમ 2પ રન કર્યાં હતા. ઓપનિંગમાં આવેલ વૈભવ 23 દડામાં 23 રને
આઉટ થયો હતો. 340 રનના વિજય લક્ષ્ય સામે જાપાન ટીમે પ0 ઓવરમાં 8 વિકેટે 128 રન બનાવ્યા
હતા. જેમાં ચાર્લ્સ હિંજે અણનમ 3પ રન સૌથી વધુ હતા. ભારત તરફથી ચેતન શર્મા, હાર્દિક
રાજ અને કેપી કાર્તિકેયે 2-2 વિકેટ લીધી હતી. અન્ડર-19 એશિયા કપની પહેલી મેચમાં ભારતની
પાકિસ્તાન સામે હાર થઇ હતી.