ભચાઉ, તા. 18 : મહાશિવરાત્રિના પર્વ એ ભચાઉ
શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. અતિ
પ્રાચિન, દર્શનીય અને રમણીય એવા સિકરાં કાગેસ્વાર મહાદેવ
મંદિરે હજારો ભાવિકોએ દર્શન કર્યાં હતાં. અહી
રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત
ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા એ સિકરાં કાગેસ્વર મહાદેવ
મંદિર ના વિકાસ કામ માટે રૂપિયા પાંચ લાખનું અનુંદાન આપ્યું હતું.અને કાગે સ્વર મંદિરે
પૂજા દર્શન કર્યા હતા. મંદિર સમિતિ અને મહંત પૂજ્ય દેવગીરિ બાપુએ ધારાસભ્યનું બહુમાન કરી આશિષ આપ્યા હતા. પૂર્વ
સરપંચ જયેન્દ્રસિંહ જાડેજા, સરપંચ દિનેશભાઈ પટેલ હાજર રહ્યા હતા
જગ્યાના મહંત દેવગિરી બાપુએ ધારાસભ્યની ધાર્મિક ભાવનાને બિરદાવી હતી.અને અનેક પ્રકારે વિવિધ લોકસેવા સાથે ધાર્મિક કાર્યોમાં અનેક જગ્યાએ સહયોગ આપી રહ્યા છે.તેમ જણાવ્યું હતું. સિકરાં ખાતે હજારો
ભાવિકોએ દર્શનનો તેમજ પ્રસાદનો લાભ લીધો હતો. મહાશિવરાત્રી નિમિત્તે કગેસ્વર મંદિર
દર્શન કરી અનુદાન આપ્યું હતું અને સ્વ. ઈશ્વરલાલ બાબુલાલ ઠક્કર પરિવાર દ્વારા અઢાર
વર્ષથી શિવરાત્રિના ભાવિકો માટે પ્રસાદ ની વ્યવસ્થા કરી હતી તેની ધારાસભ્ય એ મુલાકાત
લીધી હતી. બંદિશભાઈ, રાજેશભાઈ, કલ્પેશભાઈએ
વ્યવસ્થા સંભાળી હતી.ભચાઉ ભાવેસ્વર મહાદેવ, મંગલેશ્વર મંદિર.
બટીયા તળાવ. મઠ મંદિર, કાસી વિશ્વનાથ મહાદેવ, કુંભારડીના જોડિયા મહાદેવ . લોધેસ્વર
મહાદેવ મંદિરે આઘોઈ ઇશ્વરીયા મહાદેવ સહિતના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા
હતા.