ભુજ, તા. 18 : અખિલ કચ્છ સારસ્વત બ્રાહ્મણ
અને અબડાસા તાલુકા સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન દ્વારા રાતાતળાવ ખાતે યોજાયેલા તૃતિય
સમૂહ લગ્નમાં પાંચ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડતા દાતાઓ તરફથી કન્યાઓને કરિયાવર
રૂપે 100 જેટલી અરજીઓ ભેટમાં આપવામાં
આવી હતી. રાતાતળાવ ખાતે સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનેના રાતતળાવ ઓધવરામ સત્સંગ મંડળનો
વેશેષ અહેવાલ મળ્યો હતો અને કન્યાઓને મહત્વની ઘર-વખરીની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં
આવી હતી. અખિલ કચ્છ સંસ્થાના સ્થાપક પ્રમુખ લક્ષ્મીશંકરભાઈ જોશી, અખિલ કચ્છના પ્રમુખ ગિરીશ લાલજી જોશી,
અબડાસાના પ્રમુખ ગૌતમ ...ડિયા, કન્વીનર લાભશંકર
બોડા, સહકન્વીનર જનક રાડિયા, મહામંત્રી
વાલજીભાઈ ધીક્કા, ખજાનચી ચંદ્રકાંત જોશી, મુખ્યદાતા કિશોરભાઈ સુડિયા, દાતાઓ લહેરીભાઈ જોશી,
પ્રકાશભાઈ ગાવડિયા, સુડધ્રોના જટાશંકર જોશી,
સંતો કલ્યાણદાસજી બાપુ, પુરુષોતમગિરિ બાપુ,
સુરેશદાસજી, પરેશ પરસોરાની હાજરીમાં પ્રારંભે દીપ
પ્રાગટય કરાયું હતું. ઓધવરામ સત્સંગ મંડળના પ્રઉમુખ હરિભાઈ ભાનુશાલી, ઉમરશીભાઈ મંગે, વસંતભાઈ ભાનુશાલીનું વિશિષ્ટ સન્માન કરાયું
હતું. ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે બ્રાહ્મણ સમાજે
અન્ય સમાજોને રાહ ચિંધી છે. અને પોતે આ સમાજ પણ સમૂહલગ્ન યોજે છે તો દરેક સમાજે તેને
અપનાવવાની જરૂરત છે. અખિલ કચ્છના પ્રમુખ ગિરીશભાઈએ જણાવ્યું કે સમૂહલગ્ન જેવા કાર્યક્રમોથી
જ્ઞાતિજનો એકઠા થાય છે. જેથી સંગઠનને બળ મળે છે. તેમણે ભવિષ્યના આયોજન અંગે પ્રકાશ
પાડયો હતો. મુંદરાના નગર અધ્યક્ષા રચનાબેન
જોશીએ પણ સંગઠનને મજબૂત કરવા હાકલ કરી હતી તો પ્રણવ જોશી તથા વિશ્વનાથ જોશીએ પ્રવચન
કર્યા હતા. રાજુભાઈ ચંડીચઠ, દિનેશભાઈ ચંડીચઠ, નવિનભાઈ જેઠા, દીપકભાઈ ચઠમંધરા, વિશાલ શાત્રી, ઉપપ્રમેખ મહેન્દ્રભાઈ જોશી, શંકરભાઈ જોશી, દિનેશભાઈ પાંધી, બીનાબેન જોશી, અશોક પાંધી, નરેન્દ્ર
ખિયરા, કિશોર શર્મા, પ્રભુલાલ જેઠા,
રમેશભાઈ રાડિયા, સુનિલ શિવ વગેરે હાજર રહ્યા હતા.
જ્ઞાતિજનો હિમાંશુ જોશી, જનક જેઠા, શ્યામલાલ
જોશી, નીલેશ જોશી, દીપક રામેશ્વર,
નીલેશ વિશ, કપિલ શિવ વગેરે સહયોગી બન્યા હતા. અરવિંદભાઈ
જોશીએ સંચાલન કર્યું હતું.