નવી દિલ્હી, તા. 18 : દક્ષિણ આફ્રિકાનો
ગ્રુપ ડીની અંતિમ મેચમાં યુએઇ વિરુદ્ધ 6 વિકેટે સરળ વિજય થયો છે. સતત ચાર વિજય સાથે ગ્રુપ ડીમાં 8 પોઇન્ટ સાથે દ. આફ્રિકા ટીમ ટોચ પર રહી
છે. આ ગ્રુપમાંથી બીજી ટીમ તરીકે ન્યુઝીલેન્ડ ક્વોલીફાય થઇ છે. આફ્રિકાએ 123 રનનો સામાન્ય વિજય લક્ષ્યાંક 40 દડા બાકી રાખીને 13.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને સર કરી લીધો હતો. 4 ઓવરમાં માત્ર 12 રન આપી 3 વિકેટ ઝડપનાર આફ્રિકી બોલર કોબિન બોશ પ્લેયર
ઓફ ધ મેચ જાહેર થયો હતો. આફ્રિકા તરફથી કપ્તાન એડન માર્કરમે 11 દડામાં પ ચોગ્ગા-1 છગ્ગા સાથે 28, રિયાન રિકલટને 16 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગા સાથે 30 અને ડેવાલ્ડ બ્રેવિસે 3 છગ્ગા સાથે ઝડપી 36 રન કર્યાં હતા. ડિકોક 14 રને આઉટ થયો હતો. સ્ટબ્સ 6 અને સ્મિથ 3 રને નોટઆઉટ રહ્યા હતા. અગાઉ યૂએઇ ટીમના 20 ઓવરમાં 6 વિકેટે 122 રન થયા હતા. જેમાં આલિશાન શરાફૂના 38 દડામાં પ ચોગ્ગા-1 છગ્ગા સાથે 4પ રન મુખ્ય હતા. કપ્તાન મોહમ્મદ વાસીમે
22 રન કર્યાં હતા. આફ્રિકા તરફથી
કોબિન બોશની 3 વિકેટ ઉપરાંત એનરિક નોર્ખિયાને 2 વિકેટ મળી હતી.