ગાંધીધામ, તા. 18 : ભુજમાં પાટવાડી નાકા પાણીના
ટાંકા પાસે જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 540 જપ્ત કર્યા હતા. ભુજના પઠાણ
ફળિયું સેજવાળા માતમ વિસ્તારમાં રહેનાર ગુલામ અલીમામદ થેબા નામનો શખ્સ આજે સાંજે પાટવાડી
નાકા પાણીના ટાંકા પાસે ઊભો હતો અને લોકો પાસેથી કલ્યાણ બજારનો આંકડાનો જુગાર લઇ રહ્યો
હતો, તેવામાં પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી
હતી અને આ શખ્સને પકડી પાડયો હતો. વરલી મટકાનો આંકડો લેતા આ પન્ટર પાસેથી રોકડ રૂા.
540 તથા આંકડાનું સાહિત્ય જપ્ત
કરવામાં આવ્યું હતું, પરંતુ આ શખ્સ
ઉપર કોને આંકડો લખાવતો હતો, તે મોટા મગરમચ્છનું નામ બહાર આવ્યું
નહોતું.