• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

જળનિર્માણના કાર્ય બદલ લોકસંવાદ યોજાયો

ભુજ, તા. 18 : ધોળકિયા ફાઉન્ડેશન-સુરત અને કચ્છ જલધારા સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે કચ્છના જનકપુર ગામે  `જળ મંદિર નિર્માણ' કાર્યનું સ્થાનિકે નિરીક્ષણ એવમ માર્ગદર્શન અને લોકસંવાદ માટે ધોળકિયા ફાઉન્ડેશન-સુરતના ચેરમેન પ્રકૃતિપ્રેમી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા તથા કચ્છમાં નર્મદાના નીર લાવવામાં ભૂમિકા અદા કરનાર  દીપકભાઈ વોરાનો લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જલધારા સેવા સંઘના પ્રમુખ કેશવજીભાઈ ઠાકરાણી, મંત્રી પ્રભુભાઈ માકાણી, મનસુખભાઈ પારસિયા, શાંતિભાઈ રૂડાણી-મદનપુરા, ભીંસરા, બાડા, પાંચોટિયા, બાયઠ, પદમપુર, લાયજા, શિરવા, કિસાનપુર વગેરે ગામના સરપંચો અને આગેવાનો જોડાયા હતા. જનકપુર ગામે હરિકૃષ્ણ પેરાજા સાગર-1 અને પેરાજા સાગર-2ના જળ નિર્માણ કાર્યની શ્રી ધોળકિયાએ મુલાકાત લીધી હતી. જળ નિર્માણ કાર્યનો સંતોષ વ્યક્ત કર્યો હતો. ડીઆર ગ્રુપના મણિલાલ દિવાણી, ઇશ્વરભાઈ રામજિયાણી, વિહીલ ગ્રુપના રમેશભાઈ રામજિયાણી, મોહનભાઈ રામજિયાણી અને ધીરજભાઈ ચોપડાને જળસંચયના કાર્ય માટે આર્થિક યોગદાન આપવા બદલ પ્રશંસા કરી હતી. પાંચોટિયા ગામે પોતાના પિતાની યાદમાં કેશવ સાગર બનાવવા માટે પાંચ એકર જમીન દાનમાં આપનાર સામતભાઈ ગઢવી અને કરસનભાઈ ગઢવીની ઉદારતાની પણ પ્રશંસા કરી હતી. સવજીભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જળ નિર્માણ યાત્રા-1 અંતર્ગત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સવજીભાઈએ વકતવ્ય પણ આપ્યું હતું. પાટીદાર સમાજના પ્રમુખ નાનજીભાઈ રામજિયાણી, સનાતન સમાજના પ્રમુખ ભવાનજીભાઈ પોકાર, અશોકભાઈ ઠાકરાણી, મોહનલાલ ધોળુ, ધીરજભાઈ ચોપડા, નરાસિંહભાઈ ચોપડા, જીતેન્દ્રભાઈ ભગત, હીરાલાલભાઈ સુરાણી, મોહનભાઈ સુરાણી, કેશવલાલ પોકાર, ચૂનીલાલ ઠાકરાણી, અંબાલાલ ચોપડા, જેન્તીલાલ ચોપડા, પંકજભાઈ ચોપડા અને ભરતભાઈ ભગતે સહયોગ આપ્યો હતો. સ્વાગત ઇશ્વરભાઇ રામજિયાણીએ કર્યું હતું, જ્યારે સંચાલન મોહનલાલ ધોળુએ અને આભારવિધિ નરસિંહભાઇ ચોપડાએ કરી હતી. 

Panchang

dd