મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 18 : અહીંના ભારાપર
ગામ પાસે કોઇ કેબલ પાથરવા ખોદવામાં આવેલી ઊંડી લાઈન અકસ્માત નોતરી રહી છે. સૂત્રો દ્વારા
જણાવાયું હતું કે, લાઈન પાથરવાનું
કામ બંધ છે અને નાળું નિક્રીયપણે ખોદેલું છે જે જીવલેણ બની શકે છે. હાજીપીર બાજુ બી.એસ.એફ.
દ્વારા કેબલ નાખવા લાઈન ખોદાઇ હોવાનું માલૂમ પડયું હતું. ધામાય - ચાવડકા રસ્તે,
નાની બન્ની વિસ્તારના વાહનોની
અવરજવર હોવાથી કામગીરી ત્વરાએ પૂર્ણ કરી લાઈન પૂરવા લોકોએ માંગ કરી હતી.