• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

ભીમાસર સીમમાંથી તસ્કરોએ 5.98 લાખના વાયરો ચોર્યા

ગાંધીધામ, તા. 18 : અંજાર તાલુકાના ભીમાસર ગામની સીમમાંથી તસ્કરોએ રૂા. 5,98,148ના વાયરની ચોરી કરી હોવાનો મામલો પોલીસ દફતરે નોંધાયો હતો. કિનટેક સિનર્જી પ્રા.લિ.ના  સાઈટ ઈન્ચાર્જ જનકભાઈ કેશુભાઈ પટેલે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તસ્કરો 220 કે.વી. લાઈનના થાંભલા  નં. 17/સીથી થાંભલા નં. 18 તથા  થાંભલા નં. 19થી 19/એ વચ્ચે એ.એલ. 59 એલ્યુમિનિયમ 2612 મી. વાયર કાપી ગયા હતા. આ ગુનાનો ભેદ ઉકેલવાની  દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. 

Panchang

dd