અમદાવાદ તા.18 : અપરાજિત ટીમ ઇન્ડિયાએ
વિજયનો ચોગ્ગો ફટકાર્યોં છે. ગ્રુપ એના અંતિમ લીગ મેચમાં નેધરલેન્ડ સામે ભારતીય
ટીમનો 17 રને વિજય થયો હતો. પહેલા શિવમ દૂબેના 6 છગ્ગા સાથે આતશી 66 રન પછી મિસ્ટ્ર સ્પિનર વરૂણ
ચક્રવર્તીની 14 રનમાં 3 વિકેટથી દબદબા સાથે ટીમ ઈન્ડિયાએ ટી-20 વિશ્વ કપમાં સતત ચોથી જીત નોંધાવી
હતી. ભારતીય ટીમ હવે સુપર-8 રાઉન્ડની પ્રથમ મેચમાં અમદાવાદમાં 22 ફેબ્રુઆરીએ દ. આફ્રિકા સામે
ટકરાશે. 194 રનના વિજય લક્ષ્યાંક સામે નેધરલેન્ડ
ટીમ સંઘર્ષ બાદ 20 ઓવરના અંતે
7 વિકેટે 176 રને અટકી હતી. પ્લેયર ઓફ ધ મેચ શિવમ દૂબેએ ઓલરાઉન્ડ દેખાવ કરીને
2 વિકેટ પણ ઝડપી હતી. નેધરલેન્ડ તરફથી બાસ ડી લીડસે 33 રન કર્યાં હતા. અંતમાં ઝેચ
લાયને 26 અને ક્રોસે ઝડપી 2પ રન કરી નેધરલેન્ડનો સ્કોર 20 ઓવરના અંતે 7 વિકેટે 176 રન સુધી પહોંચાડયો હતો. અગાઉ ટોસ જીતી પ્રથમ બેટિંગ લેનાર ભારતીય
ટીમની શરૂઆત નબળી અને ધીમી રહી હતી. જો કે ડેથ ઓવર્સમાં બે ઓલરાઉન્ડર શિવમ દૂબે અને
હાર્દિક પંડયાના પાવર હિટિંગથી ટીમ ઇન્ડિયાના 20 ઓવરના અંતે 6 વિકેટે 193 રનનો મજબૂત
સ્કોર બન્યો હતો. શિવમ દૂબેએ 31 દડામાં 4 ચાગ્ગા અને 6 છગ્ગાથી 66 રને અને હાર્દિક પંડયા 21 દડામાં 3 છગ્ગા સાથે30 રને આઉટ થયા હતા. બન્નેએ ઇનિંગની
અંતિમ ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી હતી. શિવમ-હાર્દિક વચ્ચે પાંચમી વિકેટમાં ફકત 3પ દડામાં 79 રનની ઝડપી ભાગીદારી થઇ હતી.
અંતિમ પ ઓવરમાં ડચ બોલર્સ સામે હલ્લાબોલ કરીને ભારતે 7પ રનનો બહુમુલ્ય ઉમેરો કર્યોં હતો. ભારતે
પહેલી ઓવરમાં નંબર વન બેટધર અભિષેકની વિકેટ ગુમાવી હતી. તેણે ઝીરોની હેટ્રિક કરી હતી.
અભિષેક નેધરલેન્ડના સ્પિનર આર્યન દત્તના દડામાં કલીન બોલ્ડ થયો હતો. તે વર્ષ 2026માં સાત મેચમાં પાંચમીવાર ખાતું
ખોલાવી શકયો નથી. ઇશાન કિશન 7 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગા સાથે
18 રને આઉટ થયો હતો. તિલક વર્માએ
27 દડામાં 3 ચાગ્ગા અને 1 છગ્ગા સાથે 31 અને કેપ્ટન સૂર્યકુમારે 28 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગા સાથે 34 રનની સંયમિત ઇનિંગ રમી આઉટ થયો હતો. રિંકુ સિંહ અંતિમ ઓવરમાં
એક સિકસ ફટકારી અણનમ રહ્યો હતો. નેધરલેન્ડ તરફથી લોગાન વન બીકે પ6 રનમાં 3 વિકેટ લીધી હતી. આર્યન દત્તને 19 રનમાં 2 વિકેટ મળી હતી.