ગાંધીધામ, તા. 16 : અહીંના
કચ્છ ડિસ્ટ્રીક્ટ બેડમિન્ટન એસોસીએશન (કે.ડી.બી.એ.) દ્વારા બીજી વખત પ્રીમિયર
બેડમિન્ટન લીગ (પીબીએલ) યોજાઈ હતી. બે
દિવસીય પ્રતિયોગિતામાં આઠ ટીમે ભાગ લીધો હતો. ફાઈનલ મેચમાં કે.ડી.બી.એ. સ્મેશર્સ
વિજેતા બની હતી. આ હરીફાઈમાં કે.ડી.બી.એ. સ્મેશર્સ અને એઆરએ મલટીમેટલ્સ ટીમ ફાઇનલ
મેચમાં ટકરાઇ હતી. ભારે રસાકસી વચ્ચે
કે.ડી.બી.એ. સ્મેશર્સ વિજેતા બની હતી તેમજ એઆરએ મલટીમેટલ્સ ટીમ રનર્સ-અપ રહી હતી. સમગ્ર પ્રતિયોગિતા
દરમ્યાન અથર્વ કપાનિયા, વત્સ, શૌર્ય પંગાલ, રૂમીશા
જીવા અને આરવી બેસ્ટ પ્લેયર જાહેર થયા હતા. હરીફાઈમાં કે.ડી.બી.એ. સ્મેશર્સ,
કારગો વાય.પી., સન રાઇઝર્સ, ફ્રેન્ડ્સ, પંગેબાઝ, સુજાન
સુપર શોટ્સ, પોદ્દાર ટીએમટી, એઆરએ
મલટીમેટલ્સ ટીમે ભાગ લીધો હતો. પ્રત્યેક ટીમમાં આઠ ખેલાડીની પસંદગી વધારે
પોલન્ટ્સની બોલી દ્વારા કરવામાં આવી હતી. આઠ સ્પોન્સર દ્વારા દરેક ટીમને પ્રાયોજિત
કરવામાં આવી હતી. આ ટીમોના સ્પોન્સર્સ અહીંના વિવિધ ઉદ્યોગ ગૃહો/કોર્પોરેટ
હાઉસ/ગ્રુપ રહ્યા હતા, જેમાં મુખ્યત્વે કાર્ગો મોટર્સ,
સુજાન કાર્નિવલ ફર્નિચર્સ, પોદ્દાર ટીએમટી,
ફ્રેન્ડ્સ ગ્રુપ, સન બેડમિન્ટન એકેડેમી,
એઆરએ મલટીમેટલ્સ હતા. ખેલાડીઓને અને વિજેતા ટીમોને કે.ડી.બી.એ.ના
પેટર્ન વિમલ ગુજરાલ, પ્રમુખ ડો. હેમાંગ પટેલ, દેનુ કપાનિયા અને દીપક જોશીના
હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રતિયોગિતામાં ખેલાડીઓએ પોતાનું સારું
પ્રદર્શન કર્યું હતું અને આવી પ્રતિયોગિતા સમયાંતરે યોજાતી રહે તેવી ઈચ્છા ઉપસ્થિત
મહેમાનોએ વ્યક્ત કરી હતી. સમગ્ર આયોજનમાં મૂરલી ગાલાની, કમલેશ
જૈન, અશોક રાજદે, દીપક જોશી, રોહિત શર્મા સહિતનાએ સહકાર આપ્યો હતો. રાષ્ટ્રીકક્ષાએ કચ્છનું નામ રોશન
કરનાર અને કે.ડી.બી.એ.માં પ્રશિક્ષણ લેનાર ભાષ્ય પાઠક અને તેમના કોચ સુનીલ
પાહુજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.