ભુજ, તા. 18 : આગામી હોળી-ધુળેટી પર્વ નિમિતે
વધારાના ટ્રાફિક તેમજ મુસાફરોને સુવિધા મળી રહે તે માટે નિગમ દ્વારા આગામી તા.27/2થી 2/3 સુધી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, જિલ્લા તરફના વધારાના મુસાફર પ્રમાણને
પહોંચી વળવા માટે વધારાની એસ.ટી. બસો દોડાવાશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ,
ભુજ વિભાગ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન
ડાકોર ખાતે ઉજવાતા ફૂલડોલ ઉત્સવ માટે દાહોદ, પંચમહાલ,
છોટાઉદેપુર, જિલ્લાના મુસાફરના પ્રમાણને પહોંચી
વળવા માટે કચ્છના વિવિધ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવાનું આયોજન કરાયું છે
તેમજ પ્રવાસી જનતા દ્વારા પોતાના નજીકના ડેપોથી ગ્રુપ બાકિંગથી એકસ્ટ્રા બસ સેવાનો
લાભ મેળવી શકાશે. વધુ માહિતી નજીકના ડેપો મેનેજર/બસ સ્ટેન્ડથી મેળવી શકાશે.