ગાંધીધામ, તા. 18 : રાપરના ચિત્રોડ નજીક રિવર્સમાં
આવતી ગાડીએ બાઇકને હડફેટમાં લેતાં કિરણ નારણ મેઘાભાઇ કોળી (અખિયાણી) નામના યુવાનનું
મોત થયું હતું જ્યારે તેના નાના ભાઇને ઇજાઓ પહોંચી હતી. સામખિયાળી પીપરાપાટી રહેનાર
કિરણ અને તેનો ભાઇ સુરેશ મેવાસા ખાતે મોટી બહેનના ઘરે ગયા હતા, ત્યાંથી બંને બાઇક નંબર જીજે-12-ડીબી-4886 લઇને પરત ઘરે આવી રહ્યા હતા.
તેમનું બાઇક ચિત્રોડ નજીક સોલાર કંપનીના ગેટ સામે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પહોંચ્યું
હતું, ત્યારે બોલેરો નંબર જીજે-12-એઝેડ-2187ના ચાલકે અચાનક પોતાનું વાહન
રિવર્સમાં લેતાં આ બાઇક તેમાં અથડાયું હતું, જેમાં ગંભીર ઇજાઓના પગલે કિરણનું મોત થયું હતું, જ્યારે
સુરેશને વધુ સારવાર માટે ભુજ લઇ જવાયો હતો. વાહનચાલક સામે નારણ મેધા કોળીએ પોલીસ મથકે
ફરિયાદ નોંધાવી હતી.