ભુજ, તા. 18 : વિકસિત ભારત જી રામ જી યોજના
ગ્રામીણ અર્થતંત્રની કાપાપલટ કરશે અને તેનો મહત્તમ લાભ ખેડૂતો અને અન્યોને મળશે, તેવું ભુજ ખાતે આયોજિત ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમમાં
ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું. વીબી જી રામ જી યોજનાની ઉપયોગિતાને છેવાડાના
વિસ્તાર સુધી પહોંચાડવાના આશયથી ખેતીવાડી ઉત્પન્ન
બજાર સમિતિ ખાતે યોજાયેલ ખેડૂત શ્રમિક સંવાદમાં ઉપસ્થિત રહેલા જિ. ભાજપ પ્રમુખ દેવજીભાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનરેગા યોજનામાં આમૂલ પરિવર્તન લાવી વિકસિત ભારત જી રામ જી
યોજના અમલી બનાવાઈ છે, જેમાં 12પ દિવસ રોજગારી, ગ્રામ પંચાયતોને વિશેષ અધિકાર, સમયસર ચૂકવણી, વિલંબ માટે વળતર, ટેક્નોલોજી દ્વારા સશક્તિરણ સહિતની કારયેલી જોગવાઈથી ગામડાનો વિકાસ વેગ પડકશે.
આ યોજનાનો વ્યાપ છેવાડા સુધી પહોંચે એ માટે ખાસ જનજાગૃતિ અભિયાન છેડાયું છે,
તેવું જણાવ્યું હતું. કચ્છ જિ. પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ કહ્યું
કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામીણ લોકોની સુખાકારી પર વિશેષ
ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે વીબી જી રામ જી યોજના આ માટે
મહત્ત્વની સાબિત થશે તેવું કહી ખેડૂતો, શ્રમિકો સહિત સૌ કોઈ આ
યોજનાનો મહત્તમ લાભ લે તેવું આહ્વાન કર્યું હતું. કચ્છ ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોરે
વિકસિત ભારત જી રામ જી યોજનાનો લાભ છેવાડાના વિસ્તાર સુધી પહોંચે એ માટે ખાસ જનજાગૃતિ અભિયાન છેડવામાં આવ્યું છે,
તેની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેન દેવરાજભાઈ
ગઢવીએ વીબી જી રામ જી યોજનામાં ખેતમજૂરી સહિતની સાથે સાંકળી લેવામાં આવતાં ખેડૂતોને
મહત્તમ ફાયદો થશે તેમ કહ્યું હતું. કુનરિયાના સરંપચ સુરેશ છાંગાએ યોજના વિશે વિસ્તૃત
વિગતો આપી હતી. અમૂલ ડેરીથી આવેલા જગદીશભાઈએ પ્રાકૃતિક ખેતી વિશે ઉપસ્થિતોને માહિતગાર
કરી ઓર્ગેનિક ખેતપેદાશો અમૂલ ખરીદશે અને તેનો અમલ કચ્છથી શરૂ થવાની વિગત આપી હતી. કાર્યક્રમમાં
નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકી, જિ. પંચાયત ઉપપ્રમુખ મનીષાબેન
વેલાણી, તા. પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, જિલ્લા મહામંત્રી ભીમજી જોધાણી, એપીએમસી ચેરમેન શંભુભાઈ
ઝરુ, શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર, પારૂલબેન
કારા, અશોક હાથી, રેશ્માબેન ઝવેરી,
મહેશ ઠક્કર, રિતેન ગોર, જયંત
ઠક્કર, વિશ્રામભાઈ રાબડિયા, કિસાન મોરચાના
હિતેશ પટેલ, દીપક ડાંગર, ધનજી ચાવડા સહિત
હાજર રહ્યા હતા.