• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

ડોણમાં આંખો કાઢવા મુદ્દે યુવાન પર ધોકા વડે હુમલો

ગાંધીધામ, તા. 18 : માંડવીના ડોણ ગામમાં આંખો કેમ કાઢશ તેમ કહી બે શખ્સે પાઇપ, ધોકા વડે હુમલો કરતાં એક યુવાનને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. ડોણમાં કરિયાણાની દુકાન ચલાવતા ફરિયાદી મોસીન અલીમામદ ચાકી તથા તેના પિતા, ભાભી અને ભત્રીજો છકડામાં સવાર થઇ માંડવી ખાતે દુકાનનો સામાન લેવા જઇ રહ્યા હતા, ત્યારે સદામ અભુભખર ચાકીની દુકાન પાસે પહોંચતાં આ શખ્સે તથા આદિલ સતાર ચાકીએ છકડો રોકાવ્યો હતો અને કેમ અમારા સામે આંખો કાઢે છે, તેમ કહી ગાળાગાળી કરી હતી, જેની ફરિયાદીએ ના પાડતાં આ શખ્સોએ પાઇપ, ધોકા વડે હુમલો કર્યો હતો, જેમાં ઘવાયેલા ફરિયાદી યુવાનને પ્રથમ માંડવી અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો, ત્યાં તેને હાથમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. તા. 16-2ના બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd