• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

પાર્થિવ ગુજરાત ટાઇટન્સ ટીમના કોચિંગ સ્ટાફનો હિસ્સો બનશે

અમદાવાદ, તા.23 : પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલ આઇપીએલ ફ્રેંચાઇઝી ગુજરાત ટાઇટન્સના કોચિંગ સ્ટાફનો હિસ્સો બનશે. મુખ્ય કોચ આશિષ નેહરાની આગેવાનીમાં પટેલને કોચિંગ સ્ટાફમાં મહત્ત્વની જવાબદારી મળશે. તે સહાયક કોચ અને નવા ખેલાડીઓની શોધની જવાબદારી પણ સંભાળશે તેવું જાણવા મળે છે. 2020માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ પાર્થિવ પહેલીવાર આઇપીએલમાં કોચિંગ કરશે.  અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે પૂર્વ વિકેટકીપર દિનેશ કાર્તિક પણ આઇપીએલ-202પમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના કોચિંગ સ્ટાફમાં સામેલ થયો છે. 39 વર્ષીય પાર્થિવ પટેલ 2008થી 2019 સુધી આઇપીએલની જુદી જુદી 6 ટીમ તરફથી રમી ચૂક્યો છે. તેનાં નામે ત્રણ ખિતાબ છે. 2010માં સીએસકે ટીમમાં રહેતા અને 201પ અને 2017માં મુંબઈ ઇન્ડિયન્સનો તે હિસ્સો હતો ત્યારે આઇપીએલ ટ્રોફી જીતી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang