• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

એલ.એલ.ડી.સી. ખાતે ત્રણ નવા વિભાગોનો શુભારંભ

ભુજ, તા. 23 : એલ.એલ.ડી.સી. ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે `અંડર ધ એમ્બ્રોઇડર્ડ સ્કાય'?ગેલેરીમાં `બન્નીમાં વસતા મુતવા સમુદાયનું ભરકામ' પ્રદર્શન તેમજ હેન્ડસ ઓન ક્રાફ્ટ સ્પેસ તથા મ્યુઝિયમ શોપનું ઉદ્ઘાટન સહિત ત્રણ નવા વિભાગોનો શુભારંભ કરાયો હતો. કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટય બાદ સ્ટીલ કાસ્ટીંગમાંપાયોનિયર કંપની કોનકાસ્ટ (ઇન્ડિયા) પ્રા. લિ.ના એમ.ડી. અને સી.ઇ.ઓ. કિરણભાઇ?શાહના હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન તથા આરતી ફાઉન્ડેશનના સી.એસ.આર. લાલભાઇ?રાંભિયા દ્વારા ક્રાફ્ટ સ્પેસ તથા એગ્રોસેલ સી.એસ.આર. પ્રીતિબેન શ્રોફ દ્વારા મ્યુઝિયમ શોપનું ઉદ્ઘાટન કરાયું હતું. ધોરડો સરપંચ મિયાં હુસેનભાઇ, દીપેશભાઇ શ્રોફ, રાજીવ ભટ્ટ, સરિયાબેન માતા, આરતીબા મ્યૂરધ્વજસિંહ જાડેજા, પ્રીતિબેન શાહ તથા શ્રૃજનના કારીગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ગેલેરીમાં બન્નીના 10 જેટલા ગામોમાં વસતા મુતવા સમુદાયની ભરતકામની કૃતિઓ ઉપરાંત જીવનશૈલી, પહેરવેશ, રહેણીકરણી વિ., અગ્રણીઓના ફોટા-વીડિયો વિ. દર્શાવાયા છે. આ ઉપરાંત હેન્ડસ ઓન ક્રાફ્ટ સ્પેસમાં ભરતકામ, બ્લોક પ્રિન્ટ, ટાઇ-ડાઇ, વણાટકામ પર લોકો હાથ અજમાવી શકશે તેમજ મ્યુઝિયમ શોપમાં ભરતકામ, માટીકામ, ચર્મકળા, ખરડ, ધાતુકામ, ચાંદીકામ, કોસીઓ, મોતીકામ વિ. ખરીદી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ઉદ્ઘાટનના એક દિવસ અગાઉ મુતવા સમાજની ભરતકામ કરતી બહેનો માટે પ્રિવ્યુ શો રખાયો હતો જેમાં 80 જેટલા બહેનોએ મુલાકાત લીધી હતી અને ખુશી વ્યક્ત કરી હતી. બન્નીના લોક કલાકાર મઝસદીન મુતવા, મહેમુદ મુતવા, કલાવૃંદ દ્વારા કચ્છી સિંધી કાફી, કલામ કરાયા હતા. કિરીટ?દવે, મયૂરધ્વજસિંહજી, પંકજભાઇ?શાહ, પુનિત સોની, ખમીરના કાવ્યા સક્સેના, ઘટિતભાઇ, હરીશભાઇ, દલપતભાઇ, વીઆરટીઆઇના કવિભાઇ, સરિયાબેન, ડો. ઇસ્માઇલ ખત્રી, જબ્બારભાઇ, સલીમ વજીર, મનોજ પાંડે, બાબુલાલ સિંધવી, જાપાનના ઉદ્યોગપતિઓ, બી.કે.ટી.ના દશરથસિંહ ઝાલા, કંપની તથા સંસ્થાના પ્રતિનિધિઓ વિ. ઉપસ્થિત રહ્યા હતા તેવું મહેશ ગોસ્વામીએ યાદીમાં જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang