• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

ભુજના મહેરઅલી ચોકમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માંગ

ભુજ, તા. 23 : શહેરના મહેરઅલી ચોકમાં પાથરણા પાથરી બેસતા ધંધાર્થીઓને પગલે થતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે વેપારીઓ દ્વારા પોલીસ અધીક્ષકને રજૂઆત કરાઇ હતી. થોડા દિવસો પહેલાં ભુજમાં છઠ્ઠીબારી, અનમ રિંગ રોડ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરી માર્ગને અવરોધતા લારી-ગલ્લાવાળા ધંધાર્થીઓને દૂર કરાયા હતા. ત્યારે આજે ફરી મહેરઅલી ચોકના વેપારીઓ દ્વારા પોલીસ અધીક્ષકને કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ ઉપરોક્ત વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા માત્ર મહેરઅલી ચોકમાં જ છે. હાલે દિવાળી પર્વને પગલે મોટી સંખ્યામાં લોકો ખરીદી અર્થે ઊમટતાં હોવાથી ટ્રાફિક સમસ્યા રહે છે, જેમાં પાથરણા પાથરી ધંધો કરનારા વધારો કરે છે. આ ધંધાર્થીઓ વિવિધ છૂટક વસ્તુઓ માર્ગ પર રાખતા હોવાથી લોકોને અવર-જવરમાં મુશ્કેલી સર્જાય છે. જેથી આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા વેપારીઓએ માંગ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang