• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

વાયનાડમાં ગાંધી પરિવારની હાજરીમાં પ્રિયંકાએ ઉમેદવારીપત્ર ભર્યું

નવી દિલ્હી, તા. 23 : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે વાયનાડથી ઉમેદવારીપત્ર ભર્યું હતું. માતા અને કોંગ્રેસના સંસદીય પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે ઉમેદવારીપત્ર ભરતાં પહેલાં પ્રિયંકાએ લોકોને સંબોધતાં જણાવ્યું હતું કે, હું 3પ વર્ષમાં પહેલીવાર તમારું સમર્થન માગવા આવી છું. તમને પરિવારના સભ્ય બનાવવા આવી છું. ઉલ્લેખનીય છે કે વાયનાડ પેટાચૂંટણી સાથે પ્રિયંકાના સક્રિય રાજકારણની શરૂઆત થવા જઈ રહી છે. પ્રિયંકા સાથે તેમના ભાઈ અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ હતા. પ્રિયંકાએ કહ્યું હતું કે, તમને એક ઓળખ આપવાની મારી જવાબદારી છે. મારા ભાઈએ આઠ હજાર કિલોમીટરની પદયાત્રા કરી છે. એ અમારા સંસ્કાર છે. તમે મને તમારી સમસ્યાઓ બતાવો. મારી આ નવી શરૂઆત છે અને તમે મારા માર્ગદર્શક છો. રાહુલે ખાલી કરેલી વાયનાડ બેઠક પર થનારી પેટાચૂંટણી માટે પ્રિયંકાએ ઉમેદવારીપત્ર ભર્યું એ પહેલાં કાલપેટ્ટામાં એક રોડ શો યોજ્યો હતો. જેમાં યુડીએફના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા હતા. તેમના પતિ રોબર્ટ વાડરા પણ જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang