• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

ચાડવા રખાલમાંથી વન્ય પ્રાણીના માંસ સાથે શિકારી ઝડપાયો

ભુજ, તા. 23 : ચાડવા રખાલને તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વન વિભાગને સોંપણી કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ વિસ્તાર વન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓથી સમૃદ્ધ છે આથી તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવું ખૂબ જરૂરી છે તેમાંય શિકાર પ્રવૃત્તિ ચલાવી લેવાય નહીં... ત્યારે આજે રાતે મોટરસાઇકલ પર આઠેક કિલો વન્ય પ્રાણીના માંસ સાથે એક શિકારીને વન વિભાગે ઝડપી લીધો હતો. ચાડવા રખાલમાં પશ્ચિમ વન વિભાગનો સ્ટાફ રાતે પેટ્રોલિંગમાં હતો ત્યારે એક ઇસમ મોટર સાઇકલ નં. જી.જે. -12-ડી.એલ.-5227 પર સામાન લઇ જતાં શંકાસ્પદ ઇસમને અટકાવી પૂછપરછ કરતાં પોતાનું નામ મામદ આમદ સમા (રહે. સાગવાંઢ, ભારાપર, તા. ભુજ) જણાવ્યું હતું. તેની પાસેથી વન્ય પ્રાણીનો અંદાજિત આઠ કિલો માંસ મળી આવ્યો હતો. આરોપી મામદની અટકાયત કરી કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ સંરક્ષકના માર્ગદર્શન હેઠળ ભુજની ચીફ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સરકારી વકીલ આર. આર. પ્રજાપતિ દ્વારા સરકાર પક્ષે રજૂઆત કરવામાં આવી હતી. આરોપી પાસેથી બાઇક, એક છરી અને એક મોબાઇલ મળી આવ્યા હતા. આ શિકાર પ્રવૃત્તિમાં તેની સાથે અન્ય આરોપીઓ છે કે કેમ ? તેની છાનબીન કરાઇ? રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang