• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

તરબૂચનાં બીજનું તરકટ ; 100 કરોડનો જથ્થો જપ્ત

મુંદરા, તા. 23 : મુંદરા પોર્ટ પરથી બેઝ ઓઇલની આડમાં ડીઝલ આયાત કરવાના કારનામાનો 100 કન્ટેનરમાં લેબ રિપોર્ટમાં ખુલાસો થયાના હેવાલની શાહી નથી સૂકાઇ ત્યાં હવે ડીજીએફટી (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ)ના જાહેરનામાની શરતોનું ઉલ્લંઘન કરીને આરોગ્ય માટે પણ?જોખમી બની શકે તેવા તરબૂચના બીજની કસ્ટમને છેતરીને આયાત કરવાનો મામલો બહાર આવ્યો છે. ગાંધીધામ ડીઆરઆઇએ તેના સર્ચમાં કરેલા ધડાકા બાદ લગભગ રૂા. 100 કરોડનો માલ જપ્ત કરી દેવાયો છે. ગાંધીધામ ડીઆરઆઇના સૂત્રોએ આ પર્દાફાશ સમી કરેલી કાર્યવાહીની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુપ્ત બાતમી એવી હતી કે, સુદાનમાંથી મુંદરા પોર્ટ પર 17 આયાતકાર તરબૂચનાં બીજ મગાવી રહ્યા છે અને તેમાં તા. 5/4/24ના ડીજીએફટીના જાહેરનામાનો ભંગ થાય છે. આ જાહેરનામામાં એવી શરતો હતી કે, તા. 1/5/24થી 30/6/24 સુધી આવો માલ મગાવી શકાતો હતો અને એ સમયમાં શિપમાં તે ચડી જવું જોઇએ અને `િબલ ઓફ લેડિંગ' જારી થવું જોઇએ. ઉપરાંત એવા જ આયાતકાર મગાવી શકે જે ફેક્ટરીમાં પ્રોસેસ માટે આવા બીજનો ઉપયોગ કરતા હોય, પરંતુ ભારતમાં ખાસ કરીને પંજાબી સહિતના ખાદ્ય પદાર્થો અને ફાસ્ટફૂડના સમયમાં મોંઘા કાજુના બદલે આવાં બીજનો ઉપયોગ કરવાનું ચલણ વધ્યું છે, ત્યારે ફરિયાદો ઊઠતાં સરકારે આયાત પ્રતિબંધ કરી દીધો છે, છતાં માલ ઘૂસાડવાનું તરકટ ચાલે છે. સૂત્રોએ વધુમાં તપાસની વિગત આપી કે, આવો માલ ઘૂસાડવામાં આવ્યાની શંકાના આધારે 100 કન્ટેનર અટકાવાયાં હતાં અને જણાવ્યું કે, કસ્ટમને સબમિટ કરાયેલાં બિલમાં 30/6 પહેલાંની તારીખ હતી, પરંતુ ઓનલાઇન ટ્રેકિંગથી ધડાકો થયો કે, ઓરિજિનલ બિલમાં પછીની તારીખો હતી, જેના લીધે આ કન્ટેનરોમાં રહેલો લગભગ 100 કરોડનો માલ જપ્ત કરીને આગળની કાર્યવાહી આદરવામાં આવી છે. આ સમયે 39.65 કરોડની ડયૂટી સંડોવણી પણ બહાર આવી છે. દરમ્યાન, કસ્ટમ તંત્ર સાથે સંકળાયેલા જાગૃતો કહે છે કે, ખરેખર હવે ખોટી રીતે આયાત બીજને રિ-એક્સપોર્ટ કરવા પડે, પરંતુ આવી કડકાઇ દાખવવામાં આવે છે કે, `કુલડીમાં ગોળ ભંગાઇ જશે' એ જોવાનું છે. વળી, આમાં બંદર પર રહેલા એફએસઆઇના તંત્રની ભૂમિકા પણ?અગત્યની બને છે. કારણ?કે, વિદેશી આયાત આરોગ્ય સાથે ચેડાં કરતી ચીજો મગાવવી કમાવવાનું ષડયંત્ર ફૂલ્યુંફાલ્યું છે. તરબૂચના વિદેશમાંથી આવતાં બીજ કેટલાં જૂનાં હશે, એ પણ પ્રશ્ન છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang