• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

અંજાર ઢેબર સર્વ સેવા વિકાસ મંડળમાં ધો.10 અને 12 છાત્રો માટે કારિકિર્દી સેમિનાર

અંજાર, તા. 23 : અહીંના ઢેબર સર્વ  વિકાસ મંડળ સંચાલિત એલ.ડી.રબારી માધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કુલ અંજાર ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ અને ભારતીય ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશના સંયુકત ઉપક્રમે ધો.10 અને ધો.12 અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય વકતા   સી.એ. ચેતનાબેન ઠકકરે ધો.10 અને ધો.12 ના પછી કયાં અભ્યાસ ક્રમમાં જવું, સી.એ અભ્યાસક્રમમાં  જવા માટેની સુચિઓ, સી.એ બન્યા પછી કયાં કયાં ક્ષેત્રમાં આગળ વધી શકાય સહિતના મુદે પ્રકાશ પાડયો હતો. આ પ્રસંગે બાળકોને પ્રશ્નોતરી  રમત રમાડી બાળકોને પ્રતિક ભેટ આપવામાં આવી હતી. શાળા સંકુલના મુખ્ય ટ્રસ્ટી હિરાભાઈ દેવાભાઈ રબારી ધ્વારા મુખ્ય વકતાનુ સ્મૃતિ ચિહન સાથે સન્માન કરવામાં આવ્યુ હતું.સન્માન  વેળાએ શાળાના શિક્ષિકા સંજનાબેન રબારી સહિતનો સ્ટાફગણ જોડાયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મુખ્ય વ્યવસ્થાપક કાંતિભાઈ રોઝ,વહીવટી માર્ગદર્શક સંજય પરમાર,આ શૈક્ષણિક સંકુલના શાળાના આચાર્યો અમૃતભાઈ દેસા,ઈઈ બાબુભાઈ દેસાઈ સહિતનાએ સહકાર આપ્યો હતો.    

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang