• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં સ્વામિ. કન્યા વિદ્યામંદિરની છાત્રાઓ ઝળકી

ભુજ, તા. 22 : રાજ્યકક્ષાની અન્ડર-19 ગ્રુપ કુસ્તી સ્પર્ધાનું આયોજન દેવગઢ બારિયા મુકામે કરાયું હતું. જેમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દીકરીઓ વાગડિયા ભાવિકા અને કણજરિયા જ્હાનવી પ્રથમ સ્થાન તેમજ હાલાઇ નેન્સી, વાગડિયા હર્ષિતા અને પરમાર ઉર્વીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે સમગ્ર જિલ્લામાં ચેમ્પિયન થઇ રાજ્ય કક્ષાએ  મેડલ પ્રાપ્ત કર્યો છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી, સાંખ્યયોગી મહંત સામબાઇ ફઇ વગેરેએ ખેલાડીઓને બિરદાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang