• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

`દાના' 500 કિમી દૂર : સરકારો સતર્ક

પુરી, તા. 23 : બંગાળની ખાડીમાં ઊઠેલું વાવાઝોડું `દાના' પ00 કિમી દૂર છે અને 13 કિમી પ્રતિ કલાકની ઝડપે નજીક આવી રહ્યું છે. 24 અને 25 ઓક્ટોબર વચ્ચે તે ઓરિસ્સા કાંઠે ટકરાય તેવી ભીતિ છે. રપમી ઓક્ટોબરે સવારે તે ઓરિસ્સા અને પ. બંગાળના કિનારે ત્રાટકે તેવી સંભાવનાને પગલે બન્ને રાજ્યની સરકારો સતર્ક છે. ચક્રવાતના જોખમને અનુલક્ષીને પાંચ રાજ્યમાં એનડીઆરએફની 56 ટીમ તૈયાર રખાઇ છે. સંભવિત ખતરાને પગલે 348 ટ્રેન રદ કરવામાં આવી છે અને 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પુરીમાં જગન્નાથજીનું મંદિર બંધ કરાયું છે અને સીએમ મોહન ચરણ માઝીએ બુધવારે કેબિનેટની બેઠક બોલાવી મંત્રીઓને કામે લગાડયા હતા. વાવાઝોડાંની અસરને પગલે ઓરિસ્સામાં ભદ્રક જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. વાવાઝોડું ત્રાટકતી વખતે 1ર0 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. પુરીમાંથી 3000 જેટલા પર્યટકને સુરક્ષિત પરત મોકલી દેવાયા છે. હોટલોનું બુકિંગ ચાર દિવસ માટે બંધ કરાવાયું છે. રાજ્યમાં શાળા-કોલેજોમાં રપમી સુધી રજા જાહેર કરવામાં આવી છે. બંગાળમાં 198 જેટલી ટ્રેન રદ કરવામાં આવી છે. રાજ્યના કિનારાના વિસ્તારોમાંથી મોટાપાયે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang