• શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

પ્રાગપરના રેસ્ટોરન્ટમાંબાળ મજૂર ઝડપાયા

ભુજ, તા. 23 : મુંદરા તાલુકાના પ્રાગપરના દિલ્હી દરબાર રેસ્ટોરન્ટમાંથી બાળ મજૂર મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. આજે મુંદરા તાલુકાના પ્રાગપરના દિલ્હી દરબાર રેસ્ટોરન્ટમાં ગાંધીધામના સરકારી શ્રમ અધિકારી એચ. એમ. પટેલ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલકુમાર બાબુલાલ ડોરિયા અને યુએચસી-એએચટીયુ મહેશકુમાર મગનભાઇ?પ્રજાપતિએ બાળ મજૂરી નાબૂદી હેઠળ દરોડો પાડતાં હાઇવેના આ રેસ્ટોરન્ટમાં બાળ શ્રમિક મળી આવ્યો હતો. જેની પૂછતાછ?કરતાં તેને હોટેલના માલિક આશુકુમાર કિશનગિરિ (રહે. પ્રાગપર)એ કામ પર રાખ્યો હોવાનું જણાવ્યું હતું. આ બાળકને તહોમતદાર આશુકુમારના કબજામાંથી મુક્ત કરાવી બાળ સંરક્ષણ ગૃહ -ઓબ્ઝર્વેશન હોમ-ભુજને સુપરત કરવામાં આવ્યું હતું અને આરોપી આશુકુમાર વિરુદ્ધ પ્રાગપર પોલીસ મથકે બાળ મજૂર પ્રતિબંધ?અને નિયમ-અધિનિયમ તળે ફરિયાદ નોંધાઇ હતી. - તેરામાં વડ નીચે ધાણીપાસાથી જુગાર રમતા છ ઝડપાયા : ભુજ, તા. 23 : અબડાસા તાલુકાના તેરા ગામે ગઇકાલે રાત્રે વડ નીચે ધાણીપાસાનો જુગાર રમતા છ ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. ગઇકાલે રાત્રે 10 વાગ્યાના અરસામાં તેરા ગામના જૂના બસ સ્ટેશનની બાજુમાં આવેલા વડ નીચે ઓટલા ઉપર જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમતા મહેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા, યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા (રહે. બન્ને સુખપર-બારા તા. અબડાસા), સિદિક જુશબ મંધરા, હુશેન અભુ મંધરા, અબ્દુલ ઓસમાણ જત (રહે. ત્રણે તેરા) અને ઇશાક આમધ મંધરા (રહે. કાળા તળાવ)ને રોકડા રૂા. 11,380, પાંચ મોબાઇલ કિં. રૂા. 37000 અને બે-ટુવ્હીલર કિં. રૂા. 70,000 એમ કુલ્લે રૂા. 1,18,380ના મુદ્દામાલ સાથે નલિયા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી આદરી હતી. - ગાંધીધામમાં જાહેરમાં આંકડો લેતા શખ્સની ધરપકડ : ગાંધીધામ, તા. 23 : શહેરના ખોડિયારનગર વિસ્તારમાં લોકો પાસેથી આંકડો લેતા શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 1850 જપ્ત કર્યા હતા. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આજે બપોરે પોલીસે કાર્યવાહી કરીને અહીંના પિન્ટુ ચંપાલાલ રેગર નામના શખ્સને પકડી પાડયો હતો. આ શખ્સ ખોડિયાર માતાના મંદિર પાસે બેસીને પોતાના ગ્રાહકો પાસેથી આંકડો લઇ રહ્યો હતો અને પેન વડે ડાયરીમાં લખી રહ્યો હતો. તેવામાં અચાનક આવેલી પોલીસે આ શખ્સને ઝડપી પાડયો હતો અને તેની પાસેથી રોકડ રૂા. 1850 તથા પેન, ડાયરી વગેરે આંકડાનું સાહિત્ય કબજે કર્યું હતું. આ શખ્સ ઉપર કોને આંકડો લખાવતો હતો તે કંઇ બહાર આવ્યું નહોતું. - મેઘપર (બો.)નાં ગોદામમાં વીજશોકથી યુવાનનું મોત : ગાંધીધામ, તા. 23 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીની નવકાર ઇન્ડસ્ટ્રીઝમાં નવા બનતા ગોદામમાં વીજશોક લાગતાં રાજેશ નારણ ચારણ (ઉ.વ. 33) નામના યુવાનનું મોત થયું હતું. આદિપુરના મણિનગર વિસ્તારમાં રહેનાર  રાજેશ નામનો યુવાન ગઇકાલે મેઘપર બોરીચીના નવકાર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હતો. અહીં નવા બનતા ગોદામમાં તે ઇલેક્ટ્રીકનું કામ કરી રહ્યો હતો. દરમ્યાન, અચાનક કોઇ?કારણે તેને વીજશોક લાગતાં તેનું બનાવસ્થળે જ મોત થયું હતું. પોલીસે બનાવ અંગે નોંધ કરી કેવા કારણોસર વીજશોક લાગ્યો હશે તેની તપાસ હાથ?ધરી છે. ફરી એકવાર કંપનીઓમાં કામદારોની સુરક્ષાનો મુદ્દો સપાટી ઉપર આવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang