• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

ગાંધીધામની છાત્રાનો રાજ્ય કક્ષાએ કરાટેમાં સુંદર દેખાવ

ભુજ, તા. 22 : મૂળ મંગવાણાની અને હાલ ગાંધીધામ રહેતી માહી મુકેશ ગઢવી કરાટેમાં રાજ્ય કક્ષાએ ઝળકી હતી. માહીએ કચ્છ જિલ્લામાં પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ ડી.એ.વી. સ્કૂલ-આદિપુર ખાતે મેળવ્યો હતો, તો ગુજરાત રાજ્યમાં ગોલ્ડ મેડલ સુધિલાબેન રતિલાલ હોલ-અમદાવાદ ખાતેની સ્પર્ધામાં જીત્યો હતો, તે 18મી શિતો રયુ કરાટે ચેમ્પિયનશિપમાં જીતીને રાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદ થઇ હતી. જિલ્લા કક્ષાએ તેને બે ગોલ્ડ, તો રાજ્યકક્ષાએ એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મળ્યા હતા, તેના કોચ રાજકિશોર બિન્દ્ર (કચ્છ માર્શલ આર્ટસ એકેડેમી-ગાંધીધામ) છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang