• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ડિ'વિલિયર્સ અને પૂર્વ ભારતીય સ્પિનર નીતૂ આઇસીસી હોલ ઓફ ફેમમાં સામેલ

દુબઇ, તા.16 : દ. આફ્રિકાનો પૂર્વ દિગ્ગજ બેટસમેન એબી ડિ'વિલિયર્સ, ઇંગ્લેન્ડનો પૂર્વ કપ્તાન એલિસ્ટર કૂક અને ભારતીય મહિલા ટીમની પૂર્વ સ્પિનર નીતૂ ડેવિડને આઇસીસી તરફથી પ્રતિષ્ઠિત હોલ ઓફ ફેમ એવોર્ડથી સન્માનિત કરાયા છે. આઇસીસી હોલ ઓફ ફેમની શરૂઆત 2009માં આઇસીસીએ કરી છે. ડિ'વિલિયર્સે તેની કારકિર્દીમાં 114 ટેસ્ટ મેચમાં 876પ રન કર્યાં છે. 228 વન ડેમાં 9પ77 રન અને 78 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 1672 રન છે. તેના નામે કુલ 47 સદી અને 109 અર્ધસદી છે. વિકેટકીપર તરીકે કુલ 463 ઇન્ટરનેશનલ કેચ અને 17 સ્ટમ્પીંગ છે. તે 2018માં નિવૃત્ત થઇ ચૂક્યો છે. એલિસ્ટર કૂક ઇંગ્લેન્ડનો પૂર્વ સફળ ઓપનિંગ બેટર છે. તેણે 161 ટેસ્ટમાં 12472 રન કર્યાં છે. તે 92 વનડે અને 4 ટી-20 ઇન્ટરનેશનલ મેચ પણ રમ્યો છે. કૂકના નામે 38 ઇન્ટરનેશનલ સદી છે. ભારતની પૂર્વ મહિલા ક્રિકેટર નીતૂ ડેવિડએ 10 ટેસ્ટમાં 41 વિકેટ લીધી છે. જ્યારે 97 વન ડેમાં 141 વિકેટ તેણીના નામે છે. નીતૂ ડેવિડ તેની આખરી મેચ 2006માં રમી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang