• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

કોટડા મઢમાં પત્ની પિયરે જતાં યુવાને ફાંસો ખાઇ જીવ દીધો

ભુજ, તા. 17 : લખપત તાલુકાના કોટડા મઢ ખાતે પત્ની પિયરે જતાં તેના વિયોગમાં રાયમા સલીમ ઉમર (ઉ.વ. 24)એ ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધાનું સામે આવ્યું છે. લખપત તાલુકાના કોટડા મઢ ખાતે રહેતા 24 વર્ષીય યુવાન રાયમા સલીમ ઉમરે તેમની પત્ની પિયરે જતી રહેતાં તેના વિયોગમાં કે અન્ય કોઇ અગમ્ય કારણે ગઇકાલે સાંજે પોતાનાં ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. સલીમને સારવાર અર્થે દયાપરની સરકારી હોસ્પિટલે ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. દયાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang