• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

એકલ મંદીરે વાગડની લોક સંસ્કૃતિ ઝળકી ઉઠી

ચોબારી, તા. 17 :  ભચાઉ તાલુકાના એકલધામ ખાતે વાગડ ઉત્સવનું આયોજન કરાયું હતું.પુર્વ કચ્છમાં પ્રવાશનને  વેગ મળે. અને સ્થાનિક લોક સંસ્કૃતિ ઉજાગર થાય   વાગડના પ્રવાસનની તકો ઉજળી બને તેવા હેતું સાથે આ ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. એકલ માતા મંદષવીરના પરિસમાં વાગડની ભાતિગળ લોક સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ જ્ઞાતિઓના લોક રાસ યોજાયા હતાં.  સવારે શરૂ થયેલા કાર્યક્રમમાં આસપાસના  ગ્રામ્ય વિસ્તારના  લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં.   આસપાસની રાસ મંડળીઓએ પોતાની કલા  પીરસી હતી. માય માધવપુરની બહેનોની મંડળીના બેડા રાસે આકર્ષણ ઉભુ કર્યું હતું. આહીર જ્ઞાતિની બહેનોએ  પોતાની આગવી લોકકલાની ઝાંખી કરાવી હતી.  ગવરીપરના આહીર પુરૂષોની રાસ મંડળી તેમજ ભરૂડીયા  અને એકલવાંઢની કોલી  જ્ઞાતિની મહિલાઓએ  વાગડ  વિસ્તારની  સંસ્કૃતિની ઓળખ કરાવતા  રાસ  રજુ કર્યા હતાં.  આહીર યુવાનો ઉપરાંત  આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દેશી ઢોલના તાલે ઝૂમી ઉઠયા હતાં. ગ્રામ્ય કલાકારોમાં ભચાભાઈ , કાનાભાઈ આહીર, ગવરી પરના વાલજીભાઈ આહીર, પરેશ સુથાર,  જીજ્ઞેશ લુહાર,  નાનજી મેરીયા,  અને રતન ઢોલીએ જમાવટ કરી હતી.  મહિલા કલાકાર ભાવના બેન માતાએ  છંદની રમઝટ બોલાવી હતી.  એકલધામના મહંત યોગી દેવનાથ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કૈલાશપુરી ગોસ્વામી,  હિતેશ પટેલ, નાગજીભાઈ પીરાણા, માદેવભાઈ આહીર,  શામજીભાઈ આહીર,  બાલુભા રાણુભા  જાડેજા, બળુભા જાડેજા, સપુભા સહીતના યુવાનોએ વ્યવસ્થા સંભાળી હતી. એડવોકેટ નાગજીભાઈ પીરાણાનો સહયોગ સાંપડયો હતોફ  લોક સંસ્કૃતિના કાર્યક્રમનું સંચાલન રામજી મેરીયાએ કર્યું હતચું. આસપાસના ચોબારી, કણખોઈ,  ભરૂડીયા, સુવઈ, ગવરીપર, ખારોઈ, રામવાવ, વણોઈવાંઢ, વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang