• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ભુજ આશાપુરા મંદિરનો સુવર્ણ કળશ પાટોત્સવ ઉજવાયો

ભુજ, તા. 17 : પાટનગર ભુજના પ્રસિદ્ધ આશાપુરા માતાજી મંદિર સુવર્ણ કશળ 27મો પાટોત્સવ મહાયજ્ઞ ધામધૂમથી સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં સવારે ગણપતિ પૂજન, મા આશાપુરા પૂજા, રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવીના હસ્તે ધ્વજારોહણ, પૂજન, શ્રીફળ હોમ અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. પૂજાના મુખ્ય યજમાન ઇન્દ્રજિતસિંહ જે. જાડેજા પરિવાર, હરેશભાઇ કે. કતિરા, યશેષભાઇ આર. ડોડિયા, વેલજી આણંદજી, નિર્મલસિંહ એન. ચૌહાણ, સુરેશ મણિલાલ ઠક્કર, સ્વ. જટુભાઇ વેલજી પરિવાર, દીપકભાઇ પી. ઠક્કર, પંચમભાઇ જે. મેઘનાની, પ્રેમકુમારભાઇ બી. બોધા, મનહરભાઇ ઉપાધ્યાય, નિશાંતભાઇ ઠક્કર, સ્વ. અનિલભાઇ સોની પરિવાર, ચિંતનભાઇ ઠક્કર, ભાવિનભાઇ રાજગોર, ડો. એસ. પી. કમલ સહિત પરિવારોએ લાભ લીધો હતો. ધ્વજારોહણ માટે તેરા અને દેવપરના મયૂરધ્વજસિંહ ઠાકોર, કૃતાર્થસિંહ ઠાકોર પરિવારે પૂજનવિધિ કરી હતી. આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઇ દવેએ આશીર્વચન આપ્યા હતા. સવારથી જ મંદિરમાં ભાવિકોની ભીડ દર્શનાર્થે ઊમટી હતી. યજ્ઞના આચાર્યપદે તેજસકુમાર જોષી રહ્યા હતા. ભાવિકો અને અગ્રણીઓએ વ્યવસ્થા સંભાળી હતી. મંદિરના કાર્યમાં 11,000 કે તેથી ઉપરની રકમનાં અનુદાન માટે તકતીમાં નામ લખાશે. જો કે અનુદાન ચેકથી સ્વીકારવા નક્કી કરાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang