• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ઓનલાઇન સટ્ટાબાજીનું દૂષણ

લગભગ છ હજાર કરોડ રૂપિયાના મહાદેવ સટ્ટા કૌભાંડમાં મુખ્ય સંચાલક સૌરભ ચંદ્રાકારની દુબઈથી ધરપકડ કરવામાં આવી છે. મની લોન્ડારિંગ અને છેતરાપિંડી પ્રકરણમાં ઈન્ટરપોલના અધિકારીઓએ આ કાર્યવાહી કરી છે. સાત દિવસની અંદર તેને ભારતમાં લાવવામાં આવશે. સૌરભનો સાથી રવિ ઉત્પલ હજી ફરાર છે. મહાદેવ ઍપ પરથી યુજર્સ પોકર, કાર્ડ, ગેમ્સ, ચાન્સગેમ્સ નામથી લાઈવ ગેમ રમતા હતા. આના દ્વારા લુડો, બેડમિન્ટન, ટેનિસ અને ફૂટબોલ જેવી રમતો તેમ જ ચૂંટણીઓ પર પણ ગેરકાયદે સટ્ટાબાજી થતી હતી. આ પ્રકરણમાં છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન બધેલનું નામ આવ્યું છે. આક્ષેપ છે કે વિધાનસભા ચૂંટણી દરમિયાન મહાદેવ એપના પ્રમોટર્સએ બઘેલને 508 કરોડ રૂપિયા મોકલ્યા હતા. દેખીતી રીતે જ બઘેલે આક્ષેપો નકારી કાઢ્યા છે. આ ઉપરાંત સૌરભના લગ્ન પણ મૂળ ચર્ચામાં આવ્યા હતા. 2023માં સૌરભના લગ્ન યુએઈના રાસ અલ મેલામાં થયા હતા. જેમાં 200 કરોડ રૂપિયા ખર્ચ કરાયાના આક્ષેપો થયા હતા. 17 હિન્દી ફિલ્મોની હસ્તીઓ અને ચંદ્રશેખરના સગાઓને ચાર્ટર્ડ પ્લેનથી લાવવામાં આવ્યા હતા. પરફોર્મન્સ કરનારા કલાકારોને હવાલા દ્વારા પેમેન્ટ કરાયું હતું. અભિનેતા રણબીર કપૂર પર મહાદેવ ઍપથી સંકળાયેલી એક ઍપને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ હતો. ઈડીનો દાવો છે કે દેશભરમાં તેના 4000 પેનલ ઓપરેટર છે. તેની એક દિવસની આવક 200 કરોડ રૂપિયા છે. આમ સટ્ટાના એક મોટા કૌભાંડમાં સૌરભ ચંદ્રાકારની ધરપકડ પછી પ્રશ્ન એ છે કે આનાથી અૉનલાઈન સટ્ટાબાજી પર લગામ તાણી શકાશે? કારણ કે આ વ્યવસાય હવે બેલગામ થઈ રહ્યો જણાય છે. અનેક લોકો આવી ઍપ ખોલી લોકોને સટ્ટો રમી લાખો કરોડો રૂપિયા જીતવા લલચાવે છે. જેકે આ સટ્ટામાં ભાગ્યે જ કોઈ કમાય છે, ગુમાવનારાઓની સંખ્યા કરોડોની છે. કારણ કે ઍપ જ એવી રીતે બનાવવામાં આવી છે કે રમનારો ભાગ્યે જ જીતી શકે. સ્માર્ટફોન દ્વારા અૉનલાઈન સટ્ટાબાજીની સુવિધા તો કોઈને પણ ઉપલબ્ધ છે. જો કે અૉનલાઈન સટ્ટા કંપનીઓને નિયંત્રિત કરવા માટે જે નિયમ કાયદા હોવા જોઈએ તેનો ભારોભાર અભાવ છે. ઓનલાઇન સટ્ટા કંપનીઓ લોકોને જુગારના રવાડે તો ચઢાવે છે પણ તે મની લોન્ડારિંગ પણ કરે છે. આનાથી જે આર્થિક માનસિક નુકશાન થઈ રહ્યું છે તે ચિંતાજનક છે. એવી વ્યવસ્થા કરવી પડશે કે અૉનલાઈન ગામિંગ લોકોની કાળી કમાણી લૂંટવાનું સાધન ન બને. કમનસીબી એ છે કે સંદિગ્ધ પ્રકારની અૉનલાઈન ગામિંગ કંપનીઓની જાહેરાતોમાં તેમનો પ્રચાર જાણીતા ખેલાડી અને ફિલ્મ કલાકારો કરતા જોવા મળે છે. રાજકારણીઓનું સંરક્ષણ હોય તો તેનો પર્દાફાશ થવો ઘટે. સૌરભ ચંદ્રાકાર લાગે છે કે અૉનલાઈન ગામિંગની ભલે મોટી માછલી લાગે છે તેને કાયદાના સાણસામાં લાવવામાં આપણી તપાસ એજન્સીઓની કસોટી થવાની છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang