• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

2.66 કરોડની કસ્ટમ ડયૂટી ચાંઉ કરવાનું કારસ્તાન

ગાંધીધામ, તા. 17 : મુંદરા પોર્ટ ઉપર વિયેતનામથી આયાત કરાયેલાં સાત કન્ટેનરોની ગાંધીધામ ડીઆરઆઇએ તપાસ હાથ?ધરી લાકડાંના ભૂસાં (અગરબત્તી બનાવવાના પાઉડર)ની આડમાં સંતાડેલા રૂા. 6.72 કરોડના ટૂકડા કાજુનો જથ્થો જપ્ત કર્યો હતો. દક્ષિણ ગુજરાતની એક કંપનીએ વિયેતનામથી અગરબત્તી બનાવવાનો પાઉડર (લાકડાનું ભૂસું) મગાવ્યો હતો. આ સાત કન્ટેનરમાં આવેલા માલ અંગે મિસડિક્લેરેશન (ખોટી ઘોષણા)?કરવામાં આવી હોવાની ચોક્કસ બાતમીના આધારે ગાંધીધામ ડીઆરઆઇની ટીમે મુંદરા જઇને કાર્યવાહી કરી હતી. તા. 12થી શરૂ થયેલી આ કાર્યવાહી તા. 15/10 સુધી ચાલી હતી. આ સાતેસાત કન્ટેનરની તપાસ હાથ?ધરાતાં તેમાં ભૂસાંની આડમાં ટૂકડા કાજુ નીકળી પડયા હતા. આ કન્ટેનરોના ક્લીયરન્સ પોર્ટ પર બાકી હતા તેમજ તેના માટે બિલ ઓફ?એન્ટ્રી ફાઇલ કરવામાં આવી નહોતી. સુરક્ષા એજન્સીઓની તપાસ દરમ્યાન આ કન્ટેનરોમાંથી રૂા. 6.27 કરોડના 98.8 મેટ્રિક ટન ટૂકડા કાજુ મળી આવ્યા હતા, જે 99.56 મેટ્રિક ટન ભૂસાંમાં સંતાડવામાં આવ્યા હતા. આયાતકાર કંપનીએ ભૂસાંની આડમાં ટૂકડા કાજુ આયાત કરી રૂા. 2.66 કરોડ કસ્ટમ ડયૂટીની ચોરી કરી હતી. એજન્સીએ કસ્ટમ એક્ટ 1962ની કલમ 110 હેઠળ આ માલ જપ્ત કરી કંપનીના સંચાલકોને પકડવા સહિતની તપાસ હાથ?ધરી હતી. આ પ્રકરણમાં સીએચએ ગાંધીધામના હોવાનું બહાર આવ્યું હતું. સીએચએની શું ભૂમિકા છે તે સહિતની કાર્યવાહી પણ તંત્રએ હાથ?ધરી છે. દિવાળીના તહેવારો નજીક આવતા જાય છે. મીઠાઇ વગેરેની આ તહેવારોમાં માંગ રહેતી હોવાથી માંગને પહોંચી વળવા આવી રીતે વિદેશથી કાજુ મગાવાયા હતા કે શું તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang