• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ટ્રેનમાં હવે 60 દિવસ પહેલાં બૂકિંગ

નવી દિલ્હી, તા. 17 : ભારતીય રેલવેએ ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં મોટો બદલાવ કર્યો છે. હવેથી 120 દિવસનાં સ્થાને 60 દિવસ પહેલાં ટિકિટ બૂકિંગ થઇ શકશે. આ નવો નિયમ પહેલી નવેમ્બર, 2024થી લાગુ થશે. 31 ઓક્ટોબર સુધી થયેલાં રિઝર્વેશન પર નવો નિયમ અસર નહીં કરે. જો કે, બૂકિંગનો સમયગાળો ઘટાડવા પાછળ રેલવે તરફથી કોઇ તર્ક અપાયો નથી. પહેલી એપ્રિલ 2015 સુધી બૂકિંગનો ગાળો 60 દિવસનો જ હતો. તે વખતે આ ગાળો 120 દિવસનો કરતાં સરકારે તર્ક આપ્યો હતો કે, આ પગલાંથી દલાલો હતોત્સાહ થશે. જો કે, ત્યારે  જાણકારોએ  કહ્યું હતું કે, રિઝર્વેશનનો સમયગાળો લંબાવીને રેલવેનો હેતુ વધારાના 60 દિવસ માટે વ્યાજની સાથોસાથ ટિકિટ રદ થવાની વધુ સંખ્યાથી વધુ કમાણી કરવાનો હતો. એ પણ ખરી જ વાત છે કે, અગાઉથી રિઝર્વેશનનો ગાળો ઘટાડવાથી વ્યાજ અને ટિકિટ રદ થતાં રેલવે તંત્રને મળતી આવકમાં ઘટાડો થશે. આ નિર્ણયની અસર આઇઆરસીટીસીના શેરની કિંમત પર પણ પડી છે. આમેય છેલ્લા એક મહિનામાં શેર છ ટકા તૂટયો છે. આઇઆરસીટીસી દરેક યાત્રીને કન્ફર્મ ટિકિટ મળી શકે તે માટે વેઇટિંગ લિસ્ટની લાંબા સમયથી જારી સમસ્યાને ખતમ કરવાની યોજના પણ ઘડે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang