• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

આ વર્ષે મીઠાં મધુરાં સીતાફળનો આસ્વાદ માણવા મળશે નહીં

દહીંસરા, તા. 17 : સમગ્ર જિલ્લામાં પાછોતરા વરસાદને પગલે મગફળી, કપાસ, એરંડા, ઘઉં, બાજરો, મકાઇ સાથે ફળોમાં પપૈયા, કેળાં, ચીકુ, સંતરા, સીતાફળ વિ. પાકને નુકસાની થઇ?છે ત્યારે ધરતીપુત્રો માટે કપરો સમય આવ્યો છે. ખાસ કરીને સીતાફળનો કચ્છમાં નાનાપાયે પાક લેવાય છે. આ આરોગ્યપ્રદ ફળ?મગજશક્તિ અને હાડકાં મજબૂત બનાવી લોહી વધારે છે, જે દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે ત્યારે આ પાછોતરા વરસાદથી સીતાફળનો પાક બગડી ગયો છે અને પાકમાં નાની જીવાતો થઇ ગઇ?છે. બજારમાં આવે તે પહેલાં જ પાક બગડી જતાં સીતાફળના શોખીનો આ વર્ષે આસ્વાદ માણી શકશે નહીં. કચ્છના અંજાર, લોવારિયા, સિનોગ્રા, મુંદરા, ઝરપરા, નાની ખાખર, માંડવી, મઉં, કોટડા, ભુજના રાયધણપર, કુકમા, માધાપરની વાડીઓમાં પાકતા સીતાફળ ખેડૂતોને સારી આવક આપે છે પણ આ વર્ષે વરસાદે બાજી બગાડી નાખતાં ખેડૂતોએ નિરાશા વ્યક્ત કરી હતી તેવું સૂત્રોએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang