• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ડકેટની સદી બાદ પાક બોલરોની વાપસી

મુલ્તાન, તા. 16 : પાકિસ્તાન વિરુદ્ધ બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ તરફથી ઓપનર બેન ડકેટે આક્રમક સદીની મદદથી બીજા દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડના પ3 ઓવરમાં 6 વિકેટે 239 રન થયા હતા. ઇંગ્લેન્ડ ટીમ પાકિસ્તાનથી હજુ 127 રન પાછળ છે અને 4 વિકેટ બચી છે. પાકિસ્તાનનો પહેલો દાવ આજે 366 રને સમાપ્ત થયો હતો. મેચના બીજા દિવસે કુલ 11 વિકેટ પડી હતી. ઇંગ્લેન્ડના એક સમયે 2 વિકેટે 211 રન હતા. આ પછી 18 દડામાં 14 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. ઇંગ્લેન્ડની સમયાંતરે પડતી વિકેટો વચ્ચે બેન ડકેટે આક્રમક સદી ફટકારી હતી. કારકિર્દીની ચોથી સદી પૂરી કરીને ડકેટ 129 દડામાં 16 ચોગ્ગાથી 114 રને આઉટ થયો હતો. પહેલી ટેસ્ટમાં ત્રેવડી સદી કરનાર હેરી બ્રુક 9 અને બેવડી સદી કરનાર જો રૂટ 34 રને આઉટ થયા હતા. ઝેક ક્રાઉલી 27, ઓલિ પોપ 29 અને વાપસી કરનાર કેપ્ટન બેન સ્ટોકસ ફકત 1 રને આઉટ થયા હતા. જેમી સ્મિથ 12 અને બાયડન કાર્સ 2 રને નોટઆઉટ રહ્યા હતા. પાક. તરફથી સાજિદ ખાને 4 વિકેટ લીધી હતી. આ પહેલા આજે પાકિસ્તાનનો પહેલો દાવ 366 રને સમાપ્ત થયો હતો. આજે મોહમ્મદ રિઝવાન 41, સલમાન આગા 31, આમેર જમાલ 37 અને 10મા ક્રમના ખેલાડી નોમાન અલી 32 રને આઉટ થયા હતા. મેચના પહેલા દિવસે કામરાન ગુલામે સદી (118) ફટકારી હતી. ઇંગ્લેન્ડ તરફથી જેક લિચે 4 અને બાયડન કાર્સે 3 વિકેટ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang