• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

કચ્છમાં મોટાં પ્રમાણમાં રોજગારીનું સર્જન

ભુજ, તા. 17 : વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી તેમજ ટોક શોનું આયોજન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું હતું. ગાંધીધામ ચેમ્બરના કમિટી મેમ્બર કૈલાશ ગોરે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં રોકાણ તેમજ રોજગારીનું સર્જન થયેલું છે. ખરેખર સાચા અર્થમાં વિકાસ સપ્તાહની ઉજવણી કચ્છને લાગુ પડે છે. આ પ્રસંગે ઉદ્યોગકારો દ્વારા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. નવા ઉદ્યોગો આવે તથા રોજગારીનું સર્જન થાય તે હેતુ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, એસ.બી.આઇ. બેંક તેમજ વિવિધ લોન સહાય, પ્રોત્સાહન સ્કીમ, નવા વ્યવસાયિક અવસરોની ચર્ચા માટે ઉદ્યોગકારો તેમજ તોલાણી કોલેજ, આદિપુરના વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. જિલ્લાના ઉદ્યોગકાર જતિન મોદી, સંકેત ઇકો એનર્જી, અજાપર દ્વારા પોતાના ઉદ્યોગની વાત પ્રસ્તુત કરી સરકારની યોજનાના લાભ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આસિસ્ટન્ટ કમિશનર ઓફ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ વાય. એચ. વાસવાણી દ્વારા ગુજરાત સરકારની ઉદ્યોગ વિભાગની સહાય તેમજ સ્વરોજગાર યોજનાની માહિતી આપવામાં આવી હતી. મિલાપ વૈષ્ણવ દ્વારા સ્વરોજગારીની તાલીમ તેમજ ઉદ્યોગના મેનેજમેન્ટ અંગેની જાણકારી આપવામાં આવી હતી. એસ.બી.આઇ. બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર એન્ડ રિજિયોનલ હેડ મુકેશકુમાર દ્વારા બેંક તરફથી આપવામાં આવતી વિવિધ લોનની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચેમ્બરના જગદીશ નાહટા, કમલેશ પરિયાણી, રાકેશ જૈન, ખજાનચી નરેન્દ્ર રામાણી, નરપતાસિંહ ચુડાસમા, પરેશભાઇ તથા એસોસિયેશનના સભ્યો તેમજ તોલાણી કોલેજના પ્રોફેસર ડો. તેજસ પૂજારા અને તોલાણી કોલેજના વિદ્યાર્થીઓ તથા ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang