• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ટી-20 મહિલા વિશ્વકપ : વિન્ડિઝ સેમિ.માં

આબુધાબી, તા. 15 : દુબઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આઇસીસી મહિલા ટી-20 વિશ્વકપની ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાયેલી 20મી મેચમાં વિન્ડિઝની કેપ્ટન હૈલી મૈથ્યુઝ અને કિયાના જોસેફની શાનદાર ભાગીદારીનાં બળે છ વિકેટે જીત મેળવી ટીમને સેમિફાઇનલમાં પહોંચાડી હતી.  ઇંગ્લેન્ડે આપેલા 142 રનના લક્ષ્યને વેસ્ટઇન્ડિઝે 12 દડા બાકી હતાં ત્યારે જ હાંસિલ કરી લીધું હતું. જીતના ઇરાદે ઊતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમની કેપ્ટન મૈથ્યુઝે 38 દડામાં સાત ચોગ્ગા અને એક છગ્ગા સાથે 50 રન કર્યા હતા. જ્યારે કિયાનાએ 38 દડામાં છ ચોગ્ગા અને બે છગ્ગા સાથે બાવન રન કરી મૈથ્યુઝને સાથ આપ્યો હતો. નૈટલી સિવર-બ્રંટ, સોફી એકલ્સટન અને સેરાગ્લેનને 1-1 વિકેટ મળી હતી. આ અગાઉ ટોસ જીતીને વિન્ડિઝે બોલિંગ પસંદ કરતાં દાવમાં ઊતરેલી ઇંગ્લેન્ડની નૈટલીએ 50 દડામાં 5 ચોગ્ગા સાથે 57 રન કર્યા હતા, તો હેદર નાઇટે 13 દડામાં ત્રણ ચોગ્ગા સાથે 21 રન બનાવ્યા હતા, જ્યારે ડેનિઅલ વાયટ (16) અને માયા બૂશેર (14) સિવાયની ખેલાડી નિષ્ફળ રહી હતી. વેસ્ટ ઇન્ડિઝની એફી ફલેચરે ચાર ઓવરમાં 21 રન આપી ત્રણ વિકેટ ખેરવી હતી, જ્યારે હેલી મેથ્યુઝરે ચાર ઓવરમાં 35 રન આપવા સાથે બે વિકેટ લીધી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang