• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

બેંગ્લુરુ ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાયો

બેંગ્લુરુ, તા.16 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટનો પહેલો દિવસ બેંગ્લુરુના સતત વરસાદમાં ધોવાઇ ગયો છે. વરસાદ અને ભીના મેદાનને લીધે ટોસ પણ શકય બન્યો ન હતો. ન્યુઝીલેન્ડ ટીમનો ભારતમાં આ સતત છઠ્ઠો ટેસ્ટ દિવસ છે, જેમાં કોઇ દડો ફેંકાયો ન હોય. આ પહેલા સપ્ટેમ્બરની શરૂઆતમાં ગ્રેટર નોઇડામાં ન્યુઝીલેન્ડનો અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ વરસાદને લીધે પૂરીપૂરી ધોવાઇ ગઈ હતી. બેંગ્લુરુમાં આજે બુધવારે સવારે 7-00 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને દિવસભર ચાલુ રહ્યો હતો. અમ્પાયરે બપોરે 2-30 વાગ્યે મેદાનનું નિરિક્ષણ કરીને આજનો દિવસ રદ કરાયાની જાહેરાત કરી હતી. હવે આ ટેસ્ટ પાંચના બદલે ચાર દિવસનો થઇ ગયો છે. બાકીના ચાર દિવસ પણ વરસાદના વિઘ્નની આગાહી છે જેને લીધે ક્રિકેટ પ્રેમીઓ હતાશ છે. બન્ને ટીમના ખેલાડીઓ મેદાનમાં આવ્યા હતા અને બાદમાં પેવેલિયનમાં જતા રહ્યા હતા. આવતીકાલ ગુરુવારે પણ વરસાદની આગાહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang