• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

રાજ્યનાં સાત શહેરમાં ઈડીના દરોડા

અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : નકલી કંપનીઓ ખોલીને કરોડોની કર ચોરી આચરવામાં આવતી હોવાના મામલે હવે ઇડીએ એન્ટ્રી મારી છે. ગુજરાતના સાત શહેરોમાં 23 સ્થળોએ ઇડી સુપર ઓપરેશન આદર્યું છે. ઇડીને આ કેસમાં નવેસરથી ફરિયાદ દાખલ કરી દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરત, વેરાવળ અને કોડીનાર સહિત સાત શહેરોના 23 સ્થળોએ ઇડીની ટીમ ત્રાટકી છે. ભાવનગરમાં અરહમ સ્ટીલ અને ઓમ કન્સ્ટ્રક્શનમાં તપાસ ચાલી રહી છે. 200 થી વધુ ડુપ્લિકેટ કંપનીઓ ખોલીને કરોડોની કરચોરીના કેસમાં અમદાવાદ પોલીસના સપાટા બાદ હવે કેન્દ્રીય એજન્સી ત્રાટકી છે. આ કેસમાં એક પત્રકાર સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જીએસટીની ફરિયાદના આધારે રાજ્યમાં વિવિધ 14 જગ્યાએ દરોડા પાડ્યા હતા. અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિતના સ્થળોએ અમદાવાદ ક્રાઇમ બાન્ચને દરોડા દરમિયાન મહત્ત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. જેમાં 200 જેટલી ડુપ્લિકેટ કંપનીઓ બનાવીને કરોડોની કર ચોરી આચરવામાં આવતી હોવાનો ખુલાસો થયો હતો. આ કેસમાં એક પત્રકાર સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત જેમાં કુલ 12 બોગસ પેઢીઓ બનાવનાર 33થી વધુ સંચાલકોની અટકાયત કરાઈ છે. નોંધનીય છે કે ડીજીજીઆઇ એફઆઇઆરને આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જીએસટીની ફરિયાદના આધારે મેસર્સ ધ્રુવી એન્ટરપ્રાઈઝ અને અન્યો સામે નોંધાયેલા મની લોન્ડારિંગ કેસમાં રાજ્યમાં વિવિધ 14 જગ્યાએ દરોડા પાડ્યા હતા. અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિતના સ્થળોએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને રેડ દરમિયાન મહત્ત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. છેતરાપિંડી કરનારા સંગઠિત ગુનેગારોના એક જૂથ દ્વારા 200થી વધુ શેલ એન્ટિટી બનાવવાની સંપૂર્ણ તપાસ માટે જીએસટી ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ (ડીજીજીઆઇ)ની અરજી પર ગુજરાત પોલીસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં ઇનપુટ કર ક્રેડિટ મેળવીને કોઈ પણ સામાન અથવા સેવાઓના સપ્લાય વિના બોગસ ઇન્વોઇસ દ્વારા પાસઓન કરવામાં આવી હતી.  ગુજરાત પોલીસને ડીજીજીઆઇદ્વારા કરવામાં આવેલી એફઆઇઆરમાં દર્શાવ્યું હતું કે, તેઓએ શેલ એન્ટિટીના પાન નંબર માટે છ નોંધણીઓમાં ઉપયોગમાં લેવાતા સામાન્ય ઓળખ દસ્તાવેજો (મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાન નંબર)નું વિશ્લેષણ હાથ ધર્યું હતું, જેમાં મેસર્સ ધ્રુવી એન્ટરપ્રાઈઝની મહત્ત્વની ભૂમિકા બહાર આવી હતી.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang