• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ રોમાંચક

ગોલ (શ્રીલંકા) તા. 20 : પ્રવાસી ટીમ ન્યૂઝીલેન્ડ અને ગૃહ ટીમ શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ રોમાંચક બની છે. ત્રીજા દિવસની રમતના અંતે બન્ને ટીમ પાસે જીતની તક છે. અંતે શ્રીલંકા 202 રને આગળ થયું છે અને છ વિકેટ અકબંધ છે. બીજા દાવમાં લંકાના ચાર વિકેટે 237 રન થયા હતા. આ પહેલાં આજે ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવ 340 રને સમાપ્ત થયો હતો. આથી તેને 3પ રનની પાતળી સરસાઇ પ્રાપ્ત થઇ હતી. બીજા દાવમાં શ્રીલંકા તરફથી દિમૂથ કરૂણારત્નેએ 83 અને દિનેશ ચંડિમાલે 61 રનની ઇનિંગ્સ રમી હતી. એન્જેલો મેથ્યૂસ 34 અને કપ્તાન ધનંજય ડિ'સિલ્વા 34 રને દાવમાં હતા. ઇનફોર્મ બેટર કામિન્દુ મેન્ડિસ 13 રને આઉટ થયો હતો. વિલિયમ ઓ'રૂકેએ 3 વિકેટ લીધી હતી. બીજા દાવમાં શ્રીલંકાના ચા વિકેટે 237 રન થયા હતા તે 202 રને આગળ થયું હતું. આ પહેલાં આજે ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવ 340 રને સમાપ્ત થયો હતો. આજે ગ્લેન ફિલિપ 49 અને ટોમ બ્લંડેલ 2પ રને આઉટ થયા હતા. ડેરિલ મિશેલ પ7 રને પાછો ફર્યો હતો. પ્રભાસ જયસૂર્યાએ 4, રમેશ મેન્ડિસે 3 વિકેટ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang