• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

અંજાર સુધરાઈના સેવાસેતુ કાર્યક્રમમાં 155 પૈકી 124 અરજીનો નિકાલ

અંજાર, તા. 20 : રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડ5 વધે તે માટે નગરપાલિકા કક્ષાએ વોર્ડ નં. 1થી 4ના લોકો માટે `સેવાસેતુ' કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 155 પૈકી 124 અરજીનો હકારાત્મક નિકાલ થયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉ5સ્થિત મહેમાનોના હસ્તે દી5 પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય  ત્રિકમભાઈ છાંગા, નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીની અધ્યક્ષતામાં  કાર્યક્રમ યોજાયો હતો. ચીફ ઓફિસર  પારસકુમાર મકવાણાએ સ્વાગત પ્રવચનમાં સૌનું શાબ્દિક સ્વાગત ઉદ્બોધન આપ્યું હતું.  ધારાસભ્ય  ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની તમામ સેવાઓનો તમામ શહેરીજનોને લાભ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે, જેના ભાગરૂપે સમયાંતરે આ `સેવાસેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના દ્વારા વિવિધ યોજનાઓ વિશે તમામ લોકો માહિતગાર થઇ તે યોજનાનો લાભ લે તેવા હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવે છે. સુધરાઈ પ્રમુખ વૈભવભાઈ કોડરાણીએ જણાવ્યું હતું કે, લોકાભિમુખ વહીવટના ભાગરૂપે શરૂ કરવામાં આવેલી આ પરંપરાનો શહેરના છેવટના માનવી સુધી લાભ પહોંચે તે માટે રાજ્ય સરકાર અને નગરપાલિકા કટિબદ્ધ છે. ભારતના બાળકો કુપોષણમુક્ત થાય અને કિશોરીઓ તથા મહિલાઓ સ્વસ્થ અને સશક્ત બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ચિંતા સેવે છે. તે અંતર્ગત આંગણવાડી વિભાગના સાવિત્રીબેન આહીર દ્વારા ઉપસ્થિત સૌને `પોષણ શપથ' લેવડાવવામાં આવ્યા હતા.  સંચાલન શાસક5ક્ષ નેતા નીલેશગિરિ ગોસ્વામીએ અને આભારવિધિ  કારોબારી  ચેરમેન પાર્થભાઈ સોરઠિયાએ કરી હતી. કાર્યક્રમમાં જુદા-જુદા સરકારી વિભાગના  પ્રતિનિધિઓએ હાજર રહીને અરજદારોને  પૂરતું માર્ગદર્શન આપી તેમના પ્રશ્નો ઉકેલ્યા હતા. આ પ્રસંગે ઉપપ્રમુખ  શિલ્પાબેન બુદ્ધભટ્ટી, દંડક  કલ્પનાબેન ગોર, પૂર્વ પ્રમુખ  લીલાવંતીબેન પ્રજાપતિ, નગરસેવક કેશવજીભાઈ સોરઠિયા, બહાદુરાસિંહ જાડેજા, ડાયાલાલ મઢવી, અમરીશ કંદોઇ, મયૂર  સિંધવ, સુરેશભાઈ ઓઝા, કુંદનબેન જેઠવા, ઇલાબેન ચાવડા, પ્રીતિબેન માણેક, મજીદભાઈ રાયમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા ઈન્ચાર્જ ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ  ખીમજી  સિંધવનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફગણે સહકાર આપ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang