• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

બડગામમાં બીએસએફના જવાનોથી ભરેલી બસ ખાઈમાં પડી : ચાર શહીદ

બડગામ, તા. 20 : કાશ્મીરના બડગામના વોટરહેલ તાલુકાના બ્રેલ ગામમાં ચૂંટણી ફરજ પરની 36 બીએસએફ જવાનોથી ભરેલી બસ ખાઈમાં ખાબકી પડતાં થયા હતા. સર્જાયેલા અકસ્માતમાં ચાર જવાન શહીદ તથા 32 જવાન ગંભીર રીતે ઘવાયા હતા. બસ ખાઈમાં પડતાં સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ હતી. બીએસએફના પીઆરઓએ આ દુર્ઘટનામાં બીએસએફના ચાર જવાનનાં મૃત્યુની પુષ્ટિ કરી છે. અકસ્માત સ્થળે બચાવ કામગીરી શરૂ કરાઈ છે. ઘાયલોને ખાનસાહેબ તથા બડગામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દુર્ઘટના સમયે બસ બીજા  ચરણની ચૂંટણી માટે દક્ષિણ કાશ્મીરના પુલવામાથી બડગામ જઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં મંગળવારે પણ રાજૌરમાં એક માર્ગ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં સેનાનું એક વાહન ખાઈમાં ગબડી પડયું હતું. આ ઘટનામાં ચાર જવાન ઘાયલ થયા હતા જેને સ્થાનિક લોકોએ બચાવ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang