• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

ચેસ ઓલિમ્પિયાડમાં ચીનને હાર આપી ભારતની આગેકૂચ

બેડાપેસ્ટ, તા. 19 : સતત સાતમી જીત હાંસલ કરીને ભારતીય પુરુષ ટીમે 4પમી ચેસ ઓલિમ્પિયાડમાં ચીનને હાર આપી ગોલ્ડ મેડલ ભણી આગેકૂચ કરી છે. સાતમા રાઉન્ડમાં ભારતની પુરુષ ચેસ ટીમનો મજબૂત ચીન વિરુદ્ધ 2.પ-1.પ પોઇન્ટના અંતરથી વિજય થયો છે. વર્તમાન ચેસ ઓલિમ્પિયાડમાં ભારત એકમાત્ર એવી ટીમ છે જેણે એક પણ હાર સહન કરી નથી. ચીન સામે ડી. ગુકેશે નિર્ણાયક બાજી જીતી ભારતને વિજય અપાવ્યો હતો. મહિલા વિભાગમાં પણ ભારતીય ટીમનો સાતમા રાઉન્ડમાં જોર્જિયા સામે 3-1થી શાનદાર વિજય થયો હતો. ભારત અને ચીન વચ્ચે રસાકસી થઈ હતી. અર્જુન એરિગૈસી, આર. પ્રજ્ઞાનાનંદ અને પી. હરિકૃષ્ણા ચીની દીવાલની બાધા પાર કરી શક્યા ન હતા. પહેલી ત્રણ બાજી ડ્રોમાં છૂટયા બાદ સ્કોર 2-2ની બરાબરી પર હતો. નિર્ણાયક બાજીમાં ભારતની સ્ટાર ડી. ગુકેશે ચીની ખેલાડી વેઇ યીને હાર આપી ભારતને વિજય અપાવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang