• સોમવાર, 11 નવેમ્બર, 2024

અંજારમાં 535 લાખના 194 વિકાસકામોના વર્કઓર્ડર વિતરણનો કાર્યક્રમ

અંજાર, તા. 20 : અહીંની તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં 535.79 લાખના 194 વિકાસકામોના વર્કઓર્ડર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભમાં તાલુકા વિકાસ અધિકારી પાયલબેન ચૌધરીએ  સ્વાગત ઉદ્બોધન આપ્યુ હતું. આ વેળાએ  અંજાર  મતવિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અને તાલુકા  પંચાયતના પ્રમુખ ભૂરાભાઈ છાંગા સહિતના  મંચસ્થ મહાનુભાવોના હસ્તે  નવ ગામના  સરપંચોને વર્કઓર્ડર  અપાયા હતા. વિકાસકામના પ્રકલ્પમાં નગાવલાડિયા, સંઘડ, ટપ્પર, સતાપર, લાખાપર, કોટડા, બિટ્ટા વલાડિયા, મેઘપર બોરીચી સહિતનાં ગામોનો સમાવેશ કરાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી છાંગાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કહ્યું હતું કે, વર્તમાન  સરકાર વિકાસકાર્યો માટે સકારાત્મક અભિગમ ધરાવતી હોઈ વિકાસકામો માટે અનેક ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, જેને કારણે કચ્છના અનેક છેવાડાનાં ગામડાંઓ સુધી અનેક વિકાસનાં કાર્યો કરવામાં આવ્યાં છે. અંજાર તા.ના વિવિધ ગામડાંઓમાં પણ અનેક વિકાસનાં કાર્યો હાથ ધરવામાં આવેલ છે. દેશના પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કચ્છના વિકાસ માટે હંમેશાં ચિંતા સેવીને કચ્છને હંમેશાં વિવિધ પ્રકલ્પોની ભેટ આપી છે. પંચાયતીરાજમાં સરપંચ પદ અભિન્ન અંગ માનવામાં આવે છે તેમજ બંધારણમાં પણ સરપંચ પદની વિશેષ મહત્તા રહેલી છે. વિકાસકામોના વર્કઓર્ડર અર્પણ કરતી વેળાએ  વેલાભાઈ જરૂ (એ.પી.એમ.સી ચેરમેન), મશરૂભાઈ રબારી (જિ. પં. બાંધકામ સમિતિના ચેરમેન), મ્યાજરભાઈ છાંગા (જિ.પં. સભ્ય), લખીબેન ડાંગર (જિ. પં.સભ્ય), દેવઈબેન (મહાસચિવ, રાષ્ટ્રીય સરપંચ સંગઠન), સામજીભાઈ ચાવડા (તા.પં. કારોબારી ચેરમેન), રાણીબેન થારૂ (તા. પં. સા. ન્યાય સમિતિ ચેરમેન), રમાભાઈ પટેલ (તા. પં શાસક પક્ષના નેતા), યુવરાજસિંહ જાડેજા (વિરોધપક્ષના નેતા), જિગર ગઢવી (તા. પં. દંડક) સહિતના હાજર રહ્યા હતા. અંતમાં આંબાભાઈ રબારીએ આભારવિધિ કરી હતી.     

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang