• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

નોખાણિયા નજીક સતકુંવર દેવ નૂતન મંદિરે જીર્ણોદ્ધાર-વાર્ષિક યાત્રા ઊજવાયા

નિરોણા (પાવરપટ્ટી), તા. 20 : અહીંના નોખાણિયા નજીક દેવીસર તળાવના કિનારે આવેલા મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ મામૈદેવના પૌત્ર અને મેઘાણંદ દેવના પુત્ર સતકુંવર દેવના સમાધિસ્થળે નિર્માણ પામેલા નૂતન મંદિરનો `ભર્યો' અને વાર્ષિક યાત્રાનું આયોજન કરાયું હતું. ભૂકંપ બાદ મંદિર જર્જરિત થતાં સમાજના દાતાઓના સહયોગથી નૂતન મંદિરના `ભર્યા'નાં આયોજન સાથે ભાદરવા સુદ ચૌદસના મહેશ સંપ્રદાયના પીરસાહેબ માતંગ નારાણદેવ લાલણના સાંનિધ્યમાં ધર્મપંથ બારમતી, પૂજા-પેડી વિ. કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે યાત્રાધામના વિકાસ માટે  સાંસદ વિનોદભાઇ ચાવડાએ રૂા. ચાર લાખ, જિ.પં.ના સા. ન્યાય સમિતિના ચેરમેન કુંવરબેન પ્રકાશભાઇ ડગરાએ રૂા. બે લાખ તેમજ તા.પં. સા. ન્યાય સમિતિન ચેરમેન લખમણભાઇ મેરિયા તરફથી રૂા. બે લાખની ગ્રાન્ટની જાહેરાત કરાઇ હતી. નૂતન મંદિરના વિવિધ ચડાવામાં કળશનો ચડાવો રૂા. 20,000-હીરજી ખીમજી ચંઢારિયા (ગાંધીધામ), ધજાનો ચડાવો રૂા. 11,111 મેઘજી માતંગ (ઝુરા), પ્રથમ દરવાજો ખોલવા રૂા. 6001 માગંત શામજી વાછિયા (નિરોણા), આરતીનો ચડાવો રૂા. 5500 વીરજી જુમા ચંઢારિયા (ઝુરા)એ લીધો હતો. જિ.પં. સદસ્ય દામજી ચાડ, ભીમજીભાઇ જોધાણી, હરિભાઇ આહીર, વિનોદભાઇ વરસાણી, વિરમભાઇ આહીર, હિતેશ ગોસ્વામી, યોગેશ ત્રિવેદી, મયૂરસિંહ જાડેજા, ધનજીભાઇ ભાનુશાલી, ભાણજીભાઇ ભાનુશાલી, અભેરાજ જાડેજા, નાગશીભાઇ ફફલ, અશોકભાઇ હાથી, પ્રકાશભાઇ મહેશ્વરી, રમેશ મહેશ્વરી, ભીમજીભાઇ ફફલ, મનજીભાઇ ડોરૂ, તુષાર ભાનુશાલી, મોહનભાઇ મહેશ્વરી, હીરજીભાઇ ચંઢારિયા, પ્રેમજીભાઇ લાંભા, બુધારામ ધેડા વિ. ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સર્વે ધર્મગુરુઓ, રાજકીય-સામાજિક અગ્રણીઓ તથા દાતાઓનું સમિતિ દ્વારા સન્માન કરાયું હતું. આયોજનને સફળ બનાવવા સતકુંવર દેવ યાત્રાધામ વિકાસ સમિતિ અને મેળા સમિતિએ જહેમત ઉઠાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang