• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

ઓનલાઈન ઠગાઈમાં ગયેલી રકમ પૈકી 98 હજાર અરજદારને પરત મળ્યા

ભુજ, તા. 20 : ઓનલઈન છેતરપીંડીની વધતી ઘટનાઓ વચ્ચે પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખા હેઠળના સાયબર સેલે ઠગાઈમાં ગયેલી રકમ પૈકી 98000 ફ્રીઝ કરાવી અરજદારને પરત અપાવ્યા હતા. અરજદાર મહેશભાઈ હીરાણીને ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ જમા કરવાની લાલચ આપતો અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને ઠગબાજે વોટ્સએપ પર લિંક મુક્યા બાદ ઓટીપી આપી દેતાં તેમના ખાતામાંથી 99,618 ઉપડી ગયા હતા. ફરિયાદીએ તુરંત સાયબર સેલને જાણ કરતાં પોલીસે પત્રવ્યવહાર અને ટેકનિકલ સંદર્ભોની મદદથી રૂા. 98 હજાર ફ્રીઝ કરાવી અરજદારને પરત અપાવ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang