• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

કચ્છની અનોખી હરીફાઈ બખ મલાખડો

કાઠડા (તા. માંડવી), તા. 20 : શહેરના રૂકમાવતી કાંઠા ઉપર આવેલા પીર શહેનશાહ અબ્દુલ્લાશા ઉર્ફે ઈટારા પીરના સ્થાને વાર્ષિક ઉત્સવ બેદિવસીય ધાર્મિક કાર્યક્રમો સાથે વિવિધ હરીફાઈઓથી ઊજવાયો હતો. બખ મલાખડા દરમિયાન સંચાલકે કહ્યું હતું કે, સિંધ પ્રાંત અને કચ્છની અનોખી હરીફાઈ એટલે બખ મલાખડો. જે આ જ વિસ્તારોમાં જોવા મળે છે. કાર્યક્રમના પ્રારંભે મુજાવર પરિવારના સહયોગથી બ્લડગ્રુપ, મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 300થી વધુ લોકોએ લાભ લીધો હતો, જેમાં માંડવી સરકારી હોસ્પિટલનો સ્ટાફ સહયોગી બન્યો હતો. બપોરે મજલિસ તથા ચાદર સંદલ બાદ ઘોડાદોડમાં મોટા સરારામાં પ્રથમ મારાજ, બીજો હનીફભાઈ સુમરા, હુશેનભાઈ તુરિયા, ગામદોડમાં પ્રથમ કલ્યાણ ગઢવી, બીજો દિનેશ મારાજ, ત્રીજો રોકી, નાની રેવલ પ્રથમ અનુભા લાખા, પપ્પુ શેઠ, અબ્દુલ કુંભાર વિજેતા બન્યા હતા. ઘોડાદોડમાં પંચ તરીકે અબ્દુલ આમદ પઠાણ, હાજીભાઈ રાયમા, વિરલ મારાજ, બળવંતસિંહ જાડેજા, અશરફભાઈ, ઈમ્તિયાઝ ખલીફા, હાજી કકલ, અભુ ગરાસિયાએ સેવા આપી હતી. ત્યારબાદ બખ મલાખડો યોજાયો હતો, જેમાં પ્રથમ નંબર જત મામદ કરમખાન, બીજો સુમરા હુશેન કાસમ, ત્રીજો ઈબ્રાહીમભાઈ સોતા, ચોથો મુબારક મુકરશી (ભદ્રવાંઢ), પાંચમે પ્રેમજી કોલી, છઠ્ઠે હુશેન સમા, સાતમે રફીક મુકરશી વિજેતા થયા હતા. સમિતિમાં હાજી આમદ રાયમા, હાજીભાઈ રાયમા, જુસબ પિંજારા, ઉમરભાઈ સંઘારે સેવા આપી હતી. આ પ્રસંગે પીર દરગાહ તરફ જતા માર્ગનું સૈયદ હાજી ગુલામ મુસ્તફા હાજી હસનશા બાવાના હસ્તે શહેનશાહ અબ્દુલશા (ઉર્ફે ઈટારા પીર) નામકરણ કરાયું હતું. તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા આબિદ કાસમ સુમરાનું નુસરત એજ્યુ. ટ્રસ્ટના મુજાવર પરિવાર દ્વારા સન્માન કરાયું હતું. રાત્રે કપાસણ - રાજસ્થાનના કવ્વાલ શબ્બીર સદાહત સાબરીએ કવ્વાલી રજૂ કરી હતી, જેમાં દરેક સમાજના લોકો તથા સૈયદ કોશરઅલી બાવા, હાજી આધમ, હાજી શકુર થૈમ, મામદભાઈ નોડે, અશગરભાઈ નુરાની, શૈફુદીનભાઈ, ઉમરભાઈ, ઈબ્રાહીમભાઈ, અજીજભાઈ તસ્વર હુશેન, શોકતભાઈ, ઈકબાલભાઈ, જુસબભાઈ, શોકતભાઈ ખત્રી, કિશોર મારાજ, દીપકભાઈ સોની, દેવાંગભાઈ ગઢવી વગેરે હાજર રહ્યા હતા. અકબરભાઈ નોડે, માંડવી નગર સેવા સદન તથા માંડવી પોલીસ વગેરેએ આપેલ સેવાની નોંધ લેવાઈ હતી. આધારવિધિ મુજાવર પરિવાર, અધાભા સહપરિવાર તથા ખાલીકભાઈએ કરી હતી. બીજા દિવસે આ મેળાની વિશિષ્ટતા મુજબ બહેનોનો મજલિસ બાદ દરગાહ ખાતે મેળો ભરાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang