• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

કોંગ્રેસમાં દેશભક્તિ ખતમ : મોદી

મુંબઇ, તા. 20 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે, કોંગ્રેસની અંદર દેશભક્તિનો આત્મા દમ તોડી ચૂકયો છે. તેઓ વિદેશમાં જઇને એજન્ડા ચલાવે છે. હવે તેમને ગણપતિ બપ્પાથી પણ ચીડ થવા લાગી છે, મેં ગણેશ પૂજા કરી તો પણ કોંગ્રેસ બેચેન થઇ ગઇ. વિશ્વકર્મા યોજનાનો એક વર્ષ પૂર્ણ થતાં મહારાષ્ટ્રના વર્ધામાં એક સભાને સંબોધનમાં વિપક્ષો પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેમના મિત્રોએ અનુસૂચિત જાતિ, જનજાતિના લોકોને દબાવીને રાખ્યા હતા. અમારી સરકારે વિશ્વકર્મા યોજના શરૂ કરીને આ યોજના હેઠળ આઠ લાખ યુવાનોને કૌશલ્ય તાલીમ આપી, તેવું તેમણે કહ્યું હતું. વડાપ્રધાને ગણપતિ ઉત્સવ અંગે જણાવ્યું હતું કે, જે પક્ષમાં આપણા ધર્મ, સંસ્કૃતિ, આસ્થા પ્રત્યે જરા જેટલો પણ આદર હોય, તેવો પક્ષ કદી ગણેશ પૂજાનો વિરોધ નહીં કરે. હું ગણેશ પૂજન પ્રસંગમાં ગયો કે તરત જ કોંગ્રેસનું તુષ્ટિકરણનું ભૂત જાગી ઊઠયું અને વિરોધ થવા લાગ્યો, તેવું મોદીએ કહ્યું હતું. મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર કિસાનોના નામ પર રાજનીતિ કરી, ભ્રષ્ટાચારમાં વ્યસ્ત રહી, તેવા પ્રહારો તેમણે કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, અમારી સરકારની વ્યવસ્થાએ કોંગ્રેસની પછાત વર્ગ વિરોધી વિચારધારાને ખતમ કરી નાખી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang