• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

આઈપીએલની મેગા હરાજી લંડનમાં થશે?

મુંબઇ તા.19 : આઇપીએલ 202પ સીઝનની મેગા હરાજી ટૂંક સમયમાં થવાની છે. આ મેગા ઓકશનમાં કેટલાક ખેલાડીઓ પર વિક્રમી બોલી લાગી શકે છે. રિપોર્ટ અનુસાર આઇપીએલ મેગા ઓકશન નવેમ્બરના આખરી સપ્તાહમાં અથવા તો ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં થઇ શકે છે. ખાસ વાત એ છે કે આ વખતે પણ આઇપીએલ હરાજી વિદેશમાં લગભગ થશે. છેલ્લે મેગા ઓકશન દુબઇમાં થયું હતું. આ વખતે આયોજન સ્થળની રેસમાં લંડન આગળ છે. દુબઇમાં પણ ફરી થઇ શકે છે. બીસીસીઆઇ લંડનમાં મહા હરાજી કરીને આઇપીએલનો વિસ્તાર વૈશ્વિક સ્તરે કરવા માંગે છે. બીસીસીઆઇએ હજુ હરાજી પહેલા ફ્રેંચાઇઝીઓ માટેના રિટેશન રૂલ્સ જાહેર કર્યાં નથી. જૂના નિયમ અનુસાર દરેક ફ્રેંચાઇઝી પાંચ ખેલાડી જાળવી કરી શકતી. બાકીના તમામ ખેલાડી રીલિઝ થઇ જતા હતા. આ વખતે મોટાભાગની ફ્રેંચાઇઝી 7 કે 8 ખેલાડીને રીટેન કરવાની છૂટ આપવાની માંગ કરી રહી છે. ફ્રેંચાઇઝીઓને જાળવવા અને છુટ્ટા કરેલા ખેલાડીઓના નામ જાહેર કરવા માટે લગભગ 1પ નવેમ્બર સુધીનો સમય મળશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang