• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

1359 અંકના ઊછાળા સાથે સેન્સેક્સ ઐતિહાસિક ટોચે

મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : અમેરિકા અને એશિયન બજારોના પ્રોત્સાહક પરિણામોના પવનથી તેજીની પાંખે સવાર ઘરેલુ શેરબજારો ઐતિહાસિક વિક્રમી સપાટીએ બંધ આવ્યા હતા. હજુ ગઈકાલે સર્વકાલીન ટોચે પહોંચેલા બીએસઈ સેન્સેકસે આજે 1359.51 અંકનો ઊંચો કૂદકો લગાવી નવી સર્વકાલીન 84544.31ની બંધ સપાટી બનાવી હતી. આજની તેજીએ રોકાણકારોની મૂડીમાં 6.24 લાખ કરોડનો વધારો કર્યો હતો. એનએસઈનો નિફટી પણ 375.15 અંક વધી સર્વકાલીન ટોચ 25790.95 બંધ થયો હતો. બીએસઈ મીડકેપ 1.16 ટકા અથવા 563.08  અંક વધીને 49163.22 અને બીએસઈ સ્મોલકેપ 1.37 ટકા અથવા 768.95 અંક ઉછળીને 57081.61 થયો હતો. સેન્સેક્સ ગુરુવારના બંધથી 1.63 ટકા અથવા 1359.51 અંક વધ્યો તે પહેલાં 83603.84 ખૂલીને કારોબાર દરમ્યાન એક તબક્કે 84694.46ને સ્પર્શી નીચામાં 83187.64 સુધી ગયા બાદ કારોબારના અંતે 8454.31 થયો હતો.  ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 1509.66 પોઇન્ટ્સ (1.81 ટકા) વધીને 84,694.46ની નવી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી  433.45 (1.70 ટકા) પોઇન્ટ વધીને 25,849.25 પોઇન્ટ્સની નવી સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સમાં એમ એન્ડ એમ પાંચ ટકાથી વધુ ઉછળ્યો હતો. જેએસડબલ્યુ સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એલ એન્ડ ટી, ભારતી એરટેલ, નેસ્લે, અદાણી પોર્ટસ, એચયુએલ, ટેક. મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, મારુતિ, કોટક બેન્ક અને તાતા સ્ટીલના ભાવ સૌથી વધુ વધ્યા હતા જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બેન્ક, ટીસીએસ, બજાજ ફાયનાન્સના ભાવ ઘટયા હતા.નિફ્ટીમાં એમ એન્ડ એમ, ભારતી એરટેલ, જેએસડબલ્યુ સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એલ એન્ડ ટી સૌથી વધુ વધ્યા હતા જ્યારે ગ્રાસીમ, એસબીઆઈ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટીસીએસ અને બજાજ ફાયનાન્સ ઘટયા હતા. ઓટો, બેન્ક, કેપિટલ ગુડ્ઝ, હેલ્થકેર, એફએમસીજી, પાવર, ટેલિકોમ, મેટલ અને રિયાલ્ટીના શેર 1થી 3 ટકા સુધી વધ્યા હતા. સાપ્તાહિક દૃષ્ટિએ જોઈએ તો આ સપ્તાહમાં સેન્સેક્સ 1653.37 પોઇન્ટ (1.99 ટકા) અને નિફ્ટી 434.45 પોઇન્ટ (1.71 ટકા) વધ્યો હતો. ગત સપ્તાહના ગુરુવારે સેન્સેક્સ 83,000ની સપાટી કૂદાવી હતી જ્યારે આજે સેન્સેક્સે 84000ની સપાટી કૂદાવી હતી. એશિયન બજારોમાં સિઓલ, ટોકિયો, શાંઘાઈ અને હોંગકોંગ વધ્યાં હતાં જ્યારે યુરોપિયન બજારો ઘટવા તરફી હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang